સુરેન્દ્રનગર: કલેક્ટર પોતે લોકડાઉનના અમલ માટે રસ્તા પર ઉતર્યા, પાલિકા પ્રમુખને મેમો

સુરેન્દ્રનગરનાં જિલ્લા કલેક્ટર કે. રાજેશન દ્વારા લોકડાઉનનાં અમલ માટે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરીને લોક જાગૃતિ કરાવવામાં આવી હતી ઉપરાંત અનેક સ્થળ પર જાત ચેકિંગ પણ કર્યું હતું.

સુરેન્દ્રનગર: કલેક્ટર પોતે લોકડાઉનના અમલ માટે રસ્તા પર ઉતર્યા, પાલિકા પ્રમુખને મેમો

સુરેન્દ્રનગર : હાલ કોરોનાને કારણે સ્થિતી ખુબ જ વણસી ચુકી છે. ગુજરાતમાં લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ સહિતનું સમગ્ર સરકારી માળખુ ભરપુર પ્રયાસો કરી રહ્યું છે. કલેક્ટર અને ડીડીઓ લેવલનાં અધિકારીઓ પણ રસ્તા પર કાયદાનું પાલન કરાવવા માટે રોડ પર ઉતર્યાની ઘટનાઓ સામે આવી રહી છે.

સુરેન્દ્રનગરનાં જિલ્લા કલેક્ટર કે. રાજેશન દ્વારા લોકડાઉનનાં અમલ માટે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરીને લોક જાગૃતિ કરાવવામાં આવી હતી ઉપરાંત અનેક સ્થળ પર જાત ચેકિંગ પણ કર્યું હતું. જેમાં નગરપાલિકા પ્રમુખ સીટ બેલ્ટ બાંધ્યા વગર ગાડી લઇને નિકળતા તેને પણ મેમો ખુદ કલેક્ટરે ફટકાર્યો હતો. આ ઉપરાંત અનેક પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ અધિકારીઓને પણ મેમો આપ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત છે કે ખુદ મામલતદારને પણ કે રાજેશ દ્વારા મેમો ફટકારવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કે રાજેશ સ્થાનિક રીતે સુરેન્દ્રનગરમાં ખુબ જ સક્રિય છે. થોડા સમય અગાઉ જ કસુંબીનો રંગ ગાતો તેમનો વીડિયો ખુબ જ વાઇરલ થયો હતો. જેમાં કીર્તિદાન ગઢવી સાથે તેઓ સ્ટેજ પર કસુંબીનો રંગ ગીત ગાઇ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news