પ્રેમ પ્રકરણમાં કરૂણ અંજામ! માતા-પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો, જાણો રાત્રે શું બની ડબલ મર્ડરની ઘટના?
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના મોરથળ ગામ ખાતે વરમાધાર વાડી વિસ્તારમાં પ્રેમ લગ્નના પ્રકરણમાં રાત્રિના સમયે સૂતા હતા તેવા સમયે ત્રણ વ્યક્તિઓ આવી અને ઘાતક હથિયારો લઈ અને પરિવાર ઉપર તૂટી પડ્યા હતા.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના મોરથળ ગામ ખાતે પ્રેમ લગ્નના પ્રકરણમાં રાત્રિના સમયે સૂતા હતા તેવા સમયે ત્રણ વ્યક્તિઓ આવી અને ઘાતક હથિયારો લઈ અને પરિવાર ઉપર તૂટી પડ્યા હતા. જેમાં માતા-પિતા અને પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેવા સમયે આ ઘટનામાં પિતા અને પુત્ર નું મોત નીપજ્યું હતું. બનાવ ડબલ મર્ડરમાં પલટાતા સુરેન્દ્રનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
- પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ..
- પરિણીતાના ભાઈ અને પતિ સહિતનાનો હુમલો..
- ઘાતક હથિયાર થી હુમલો, બે મોત, આરોપીઓ ફરાર..
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના મોરથળ ગામ ખાતે વરમાધાર વાડી વિસ્તારમાં પ્રેમ લગ્નના પ્રકરણમાં રાત્રિના સમયે સૂતા હતા તેવા સમયે ત્રણ વ્યક્તિઓ આવી અને ઘાતક હથિયારો લઈ અને પરિવાર ઉપર તૂટી પડ્યા હતા. હુમલામાં 60 વર્ષના ઘુઘા દાના કોળીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના 27 વર્ષીય પુત્ર ભાવેશ કોળીને ગંભીર ઇજાઓ હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો. સુરેન્દ્રનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસના કહેવા મુજબ, સુરેન્દ્રનગરના થાનગઢના મોરથળામાં પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. પરિણીતાને ભગાડી લઈ ગયા બાદ પ્રેમ લગન્નને લઈ સામે વાળા વ્યકિતએ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને શોધવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી કબ્જે કર્યા છે. પરિવારજનોને નિવેદન પણ નોંધ્યા છે. ત્યારે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને મૃતદેહનું પીએમ થાય ત્યારબાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામા આવશે. ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાને લઈ થાનગઢ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને હત્યારાઓને ઝડપવા માટેની કામગીરી હાથ ધરી છે.
પરિણીતાને ભગાડી જનાર ભાવેશ કોળી અને તેના પિતાની હત્યાના બનાવમાં પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. હત્યા કરવા આવેલા ત્રણ શખ્સો પૈકી બે શખ્સોને ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે આરોપીઓ સુધી પોલીસ કેટલા સમયમાં પહોંચે છે અને કયારે ઝડપે છે તે જોવાનું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે