માનવતા પણ રડી પડી: દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલ દીકરીને મળ્યો મૃતદેહ, હૈયાફાટ રુદ
Trending Photos
* દિકરીનો આંક્રંદ જોઈ કોવિડ સ્મશાનમાં કામ કરતા સ્વયંસેવકો પણ રડી પડ્યા
ભરૂચ : કોરોના વાયરસ હવે ખતરનાક બની ચુકયો છે તેમ છતાં હજી ઘણા લોકો બેફીકર જણાય રહયાં છે પણ હવે અમે તમને બે કિસ્સા બતાવવા જઇ રહયાં છે તે જોઇ તમારી આંખો ભીની તો થઇ જ જશે પણ કોરોના કેવો કહેર વર્તાવે છે તેનો અંદાજો પણ આવી જશે.
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક આવેલાં કોવીડ સ્મશાન ખાતે સળગતી ચિત્તાઓ કોરોના વાયરસ કઇ હદ સુધી વકરી ચુકયો છે તેનો ચિતાર આપી રહી છે. થ્રી લેયર બેગમાં લપેટાઇને આવતાં મૃતદેહો આગમાં ભસ્મીભુત તો થઇ જાય છે પણ પરિવારના સભ્યોના હૈયામાં તેમની યાદોની આગ કદી શાંત પડતી નથી. કોરોનાથી સંક્રમિત ન થઇ જવાય તે માટે પરિવારના સભ્યોને અગ્નિદાહથી દુર રાખવામાં આવે છે.
ભરૂચમાં એક પિતાનું કોરોનાના કારણે અવસાન થતાં તેમના નશ્વર દેહને હોસ્પિટલથી સીધો સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. આ સમયે તેમની પુત્રીનું પણ આગમન થયું હતું. તે અભ્યાસ માટે પરિવારથી દુર રહેતી હતી. નાનપણથી પિતાના લાડકોડથી ઉછરેલી પુત્રી તેના પિતાના અંતિમ દર્શન કરવા માટે તડપતી રહી… સ્મશાનના સ્વયંસેવકો પણ તેના હૈયાફાટ રૂદન પાછળનું દર્દ સારી રીતે સમજતાં હતાં પણ તેઓ પણ મજબુર હતાં. પિતાના અંતિમ દર્શન માટે પુત્રી રડતી રહી રહતી રહી. પાવન સલિલા મા નર્મદાના શાંત નીર અને ચિત્તામાંથી ઉઠતાં ધુમાડા પણ જાણે આ દ્રશ્ય જોઇને રડી પડયાં હોય તેમ લાગતું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે