યુવતીએ કહ્યું મારે તમારા ભત્રીજા સાથે લગ્ન કરવા છે, કાકાએ કહ્યું પહેલા મારે સ્વાદ ચાખવો પડશે પછી જ...
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં એક મંહતે લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. છેલ્લા અઢી વર્ષથી મહંત સગીરાને હવસનો ભોગ બનાવતો હોવાનો ખુલાસો ફરિયાદમાં થયો છે. જેના આધારે શાહીબાગ પોલીસે ગુનો નોંધી મહંતની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહંત ખ્યાતનામ કબીર આશ્રમમાં ફરજ બજાવતા હતા. જેના કારણે આ ઘટના હાઇપ્રોફાઇલ બની ચુકી છે.
શાહીબાગ પોલીસની કસ્ટડીમાં રહેલા આ મંહતનુ નામ નરેશ દાસ છે. જે અસારવા વિસ્તારમાં આવેલ કબિર મંદિરના મહંત તરીકે સેવા આપતા હતા. પરંતુ હવે તેની બળાત્કારી તરીકે ધરપકડ કરવામા આવી છે. શાહીબાગ પોલીસ મથકે 20 વર્ષીય નેપાળી યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, મંહત નરેશ દાસ છેલ્લા અઢી વર્ષ એટલે કે તે માઈનોર હતી ત્યારથી તેની હવસનો ભોગ બનાવતો હતો. જોકે પરિવારની બદનામી ન થાય. તે માટે આ વાત કોઈને કરી ન હતી. પરંતુ મહંતનો ત્રાસ વધતા આખરે યુવતી સામે આવી અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.
(ઝડપાયેલ આરોપી કબિર આશ્રમનો કર્મચારી)
ફરિયાદીના આક્ષેપ મુજબ વર્ષ 2019 માં સગીરા અમદાવાદમાં આરોપી નરેશ દાસના ભાણા લલ્લન સાથે રહી નોકરીની શોધખોળ કરતી હતી. તે સમયે આરોપીએ લલ્લન સાથે લગ્નની લાલચ આપી, સાથે જ નોકરી અપાવવાનું વચન આપી, તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં સગીરા નેપાળ પોતાના પરિવાર પાસે જતી રહી હતી. જોકે થોડા સમય બાદ તે પરત અમદાવાદ આવતા હવસખોર નરેશ ફરી વખત તેના સંપર્કમાં આવ્યો હતો. અવારનવાર તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. જેથી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બળાત્કારી મહંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અસારવા વિસ્તારના કબીર મંદિરના મહંતની કાળી કરતૂતો જ્યારે સામે આવી ત્યારે, ટોળાએ તેને માર માર્યો હતો. જેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. જે અંગે શાહીબાગ પોલીસે એનસી ફરીયાદ લઈને કાર્યવાહી શરૂ કરી હતી. જોકે પોલીસ તપાસમાં માર ખાનાર મહંત બળાત્કારનો આરોપી હોવાનું સામે આવતા, પોલીસે તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ પૂરતા પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે