સુરતમાં લગ્નની લાલચ આપી ડુમ્મસની ઝાડીમાં વારંવાર કર્યું અનૈતિક કૃત્ય અને પછી...

ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે કામ કરતી 23 વર્ષીય યુવતીએ ફેસબુક ફ્રેન્ડને પ્રેમજાળમાં ફસાવી હતી. મળવાનાં બહાને વારંવાર બોલાવીને લગ્નની લાલચે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ યુવકે લગ્નની ના પાડતા યુવતીએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. વરાછામાં રહેતી વાસંતી (નામ બદલ્યું છે) બે વર્ષ અગાઉ હરપાલસિંહ સહદેવસિંહ ગોહિલ (રહે. નેસિયા, જી. ભાવનગર) ના પરિચયમાં આવી હતી. ત્યાર બાદ બંન્ને વચ્ચે સમયાંતરે ફેસબુક અને ત્યાર બાદ વ્હોટ્સએપ થકી પરિચયમાં આવ્યા હતા.

સુરતમાં લગ્નની લાલચ આપી ડુમ્મસની ઝાડીમાં વારંવાર કર્યું અનૈતિક કૃત્ય અને પછી...

સુરત : ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે કામ કરતી 23 વર્ષીય યુવતીએ ફેસબુક ફ્રેન્ડને પ્રેમજાળમાં ફસાવી હતી. મળવાનાં બહાને વારંવાર બોલાવીને લગ્નની લાલચે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ યુવકે લગ્નની ના પાડતા યુવતીએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. વરાછામાં રહેતી વાસંતી (નામ બદલ્યું છે) બે વર્ષ અગાઉ હરપાલસિંહ સહદેવસિંહ ગોહિલ (રહે. નેસિયા, જી. ભાવનગર) ના પરિચયમાં આવી હતી. ત્યાર બાદ બંન્ને વચ્ચે સમયાંતરે ફેસબુક અને ત્યાર બાદ વ્હોટ્સએપ થકી પરિચયમાં આવ્યા હતા.

ટોલબુથ પર રોફ ઝાડીને નિકળી જતા અધિકારીઓએ હવે ચુકવવો પડશે ટોલ ટેક્સ
ગત્ત 3 ફેબ્રુઆરી 2018ના દિવસે વાસંતીનો જન્મ દિવસ તેને પ્રપોઝ કરી હતી. બંન્ને ફરવા માટે સુવાલી બીચ ગયા હતા અને ત્યાં ઝાડીમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બંન્ને એકબીજાને સમયાંતરે મળતા રહેતા હતા. આ દરમિયાન સુવાલી બીચ અને ડુમ્મલ બીચ પર ફરવા માટે જતા હતા. અને ઝાડીમાં શરીર સંબંધ બાંધતા હતા. બંન્ને અવાર નવાર ફરવા માટે જતા હતા. જ્યા બંન્ને વારંવાર સંબંધો બાંધતા હતા. વાસંતીને વારંવાર લગ્નની સાંત્વના આપતો રહેતો હતો. 

લાખ્ખો અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જુએ છે, એ Flower Showના તારીખ જાહેર
હરપાલસિંહે વાસંતીને લાલ દરવાજા વિસ્તારની એક હોટલમાં લઇ જઇ ત્યાં પણ બંન્ને વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. જો કે ત્યાર બાદ અચાનક તેણે વાસંતી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ તપાસ કરતા વાસંતીને ખબર પડી હતી કે તેણે અન્ય કોઇ યુવતી સાથે સગાઇ કરી લીધી છે. જેના કારણે વાસંતીએ પોતાનાં હવસખોર પ્રેમી વિરુદ્ધ હજીરા પોલીસ મથકમાં દુષ્કર્મ અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news