સરકારનો ડ્રિમ પ્રોજેક્ટ ફેલ! લાખો રૂપિયાનો ખર્ચ કરી બે વર્ષથી નાખી દીધા નળ, પણ પાણી નથી આવતું

નળમાંથી જળ આવે તે માટે જે પાઈપલાઈનો નાંખવામાં આવી તે પણ હવે ખરાબ થવા લાગી છે...ભ્રષ્ટ તંત્રની આળસને કારણે પ્રજાના પૈસાનો બેફામ વેડફાટ થયો છે. આજે ગામ લોકોની સ્થિતિ એવી વિકટ છે કે લોકોને પીવા માટે વેચાતું પાણી લાવવું પડે છે.

Trending Photos

  સરકારનો ડ્રિમ પ્રોજેક્ટ ફેલ! લાખો રૂપિયાનો ખર્ચ કરી બે વર્ષથી નાખી દીધા નળ, પણ પાણી નથી આવતું

ઉમેશ પટેલ, વલસાડઃ પાણી દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરીયાત છે, પાણી વગર કલ્પના પણ ન કરી શકાય. અને દરેક લોકો સુધી પાણી પહોંચાડવું તે તંત્રની જવાબદારી છે. સરકાર દરેક ઘરમાં નળથી જળ પહોંચાડ્યાનો દાવો તો કરે છે. પરંતુ આ દાવા માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. સરકારે નળ તો અનેક જગ્યાએ નાંખી દીધા છે પરંતુ નળમાંથી પાણીનું ટિપું પણ પડતું નથી....વલસાડ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી નળ તો નાંખવામાં આવ્યા છે પણ પાણી ક્યારે પડશે તે નક્કી નથી...ત્યારે કયું છે આ ગામ અને શું છે સમસ્યા?...જુઓ આ અહેવાલમાં....

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે દરેક દેશવાસીના ઘર સુધી પાણી પહોંચવું જોઈએ. આ માટે તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી તે સમયથી જ અભિયાન ઉપાડ્યું અને આજે દેશના પ્રધાનમંત્રી છે ત્યારે પણ દેશના અલગ અલગ રાજ્યોમાં આ જ દિશામાં કામ કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં એક એવું પણ ગામ છે જ્યાં નળ તો છે પણ તેમાંથી પાણી ટપકતું જ નથી...છેલ્લા બે વર્ષથી નળમાંથી જળ ન આવતાં નવા નક્કોર નળને હવે કાટ લાગવા લાગ્યો છે...જુઓ આ દ્રશ્યો...શોભાનો ગોઠિયો બની ગયેલા આ નળને જુઓ...જ્યારે નળ નાંખવામાં આવ્યા તો સૌ ગ્રામજનો ખુશખુશાલ હતા...તેમને હતુ કે હવે પાણી માટે પદયાત્રા નહીં કરવી પડે...નળ ચાલુ કરતાં જ તેમાંથી પાણી આવશે...પણ ગામ લોકોની આ આશા અને અપેક્ષા ભ્રષ્ટ અને નઘરોળ અધિકારીઓએ પાણીમાં મિલાવી દીધી છે....

તમે જે દ્રશ્યો જોયા તે વલસાડથી મામુલી અંતરે આવેલા પારનેરા ગામના છે...ગામમાં નલ સે જલ યોજના હેઠળ નળ તો નાંખી દેવામાં આવ્યા છે પરંતુ તેમાં આજદીન સુધી પાણી આવ્યું જ નથી....નળમાંથી જળ આવે તે માટે જે પાઈપલાઈનો નાંખવામાં આવી તે પણ હવે ખરાબ થવા લાગી છે...ભ્રષ્ટ તંત્રની આળસને કારણે પ્રજાના પૈસાનો બેફામ વેડફાટ થયો છે. આજે ગામ લોકોની સ્થિતિ એવી વિકટ છે કે લોકોને પીવા માટે વેચાતું પાણી લાવવું પડે છે. તો વાપરવા માટે આસપાસના કોઈ બોરિંગમાંથી પાણી લાવવું પડે છે અને તે પણ પૈસા આપીને....

ગામમાં નળથી જળ આવે તે માટે 95 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી...આ માટે નળ નાંખવામાં આવ્યા, પાઈપલાઈનો નાંખવામાં આવી અને ટાંકી પણ બનાવવામાં આવી...એક વાર પાણી આવ્યું...કોન્ટ્રાક્ટરે ખાનગી બોરમાંથી કનેક્શન લઈને નળમાં પાણી આપીને પોતાનું બિલ પાસ કરાવી દીધું...ત્યારપછી આજદીન સુધી પાણી આવ્યું જ નથી...જેના કારણે આ તમામ રૂપિયાનો વેડફાટ થયો છે...કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલિભગતને કારણે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ લોકો આક્ષેપ લગાવી રહ્યા છે...

નળમાં થયો ભ્રષ્ટાચાર? 
નળથી જળ માટે 95 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી
નળ, પાઈપલાઈનો નાંખવામાં આવી અને ટાંકી બનાવાઈ
નળમાં એક વાર પાણી આવ્યું
ખાનગી બોરમાંથી કનેક્શન લઈને નળમાં પાણી આપીને બિલ પાસ કરાવી દીધું
આજદીન સુધી પાણી આવ્યું જ નથી
આ તમામ રૂપિયાનો વેડફાટ થયો છે

તો આ સમસ્યા મામલે જ્યારે ગામના સરપંચને પૂછવામાં આવ્યું તો તેમણે પણ હાથ ઊંચા કરીને બીજા પર ઢોળી દીધું....સરપંચે કહ્યું કે, વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ કંઈ કરતા નથી...

તો આ મામલે જ્યારે અમે વાસમોના અધિકારીનો સંપર્ક કર્યો અને તેમને આ સમસ્યા મામલે પૂછ્યું તો તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી દીધો....પ્રજાના પૈસાથી તાગડધિન્ના કરતાં અને પ્રજાના પૈસાથી ગાડીઓમાં આંટાફેરા મારતા આ અધિકારીઓ પ્રજાની સમસ્યાના સમાધાન માટે તૈયાર હોય તેમ લાગતું નથી....

બહેરુ અને આંધળુ બની ગયેલું આ તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે ગામમાં નાંખેલા નળમાં પાણી પહોંચાડે છે તે જોવાનું રહ્યું?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news