ટ્રાફિકમાંથી રોજ 1 લાખ સુરતીઓને મળશે મુક્તિ! CM ભુપેન્દ્ર પટેલે કહ્યું; 'કોઈ ભી ચૂંટણી આવે વિકાસની વાત કરવી જ પડે'
સુરત શહેરમાં વધુ 121 માં બ્રિજ નું આજે CMના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સાથે જ વાલક અને અબ્રામાને જોડતા તાપી નદી પર 179 કરોડના ખર્ચે બનાવેલા નવનિર્મિત બ્રિજને લોકો માટે આજે ખુલ્લો મુક્યો હતો.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: બ્રિજ સીટી તરીકે જાણીતા એવા સુરત શહેરમાં વધુ 121માં બ્રિજનું આજે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં એક નિવેદન આપતા જણાવ્યું છે કે આજે કોઈ ભી ચૂંટણી આવે વિકાસની વાત કરવી જ પડે છે. વિકાસની રાજનીતિ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી લાવ્યા છે. વિકાસની રાજનીતી અને વિકાસ કોને કહેવાય એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને બતાવ્યું છે. વિકાસ બોર્ડરના ગામ સુધી પહોંચ્યો છે. પણ એવું નથી કે CM અવાના છે એટલે રસ્તા બન્યા અથવા પેચ લાગ્યા.
સુરત શહેરમાં વધુ 121 માં બ્રિજ નું આજે CMના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સાથે જ વાલક અને અબ્રામાને જોડતા તાપી નદી પર 179 કરોડના ખર્ચે બનાવેલા નવનિર્મિત બ્રિજને લોકો માટે આજે ખુલ્લો મુક્યો હતો. આજે 482.21 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ના હસ્તે ખાતમુહરત અને લોકાર્પણ યોજાયા હતા.
મુખ્યમંત્રીના હસ્તે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રૂ.403.03 કરોડના ખર્ચે નિર્મિત રિંગ રોડ અને તાપી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરી વિકાસ સતામંડળના કુલ 20.66 કરોડના ખર્ચે 13 કામોનું લોકાર્પણ કરાયું હતું. અર્બન રિંગ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા 223.72 કરોડના ખર્ચે વરિયાવ જંકશનથી કોસાડ ગામમાં 5.024 કિ.મી, ભરથાણા ગામથી અબ્રામા રોડ 3.270 કિ.મી, ખડસદ રોડથી સણિયા હેમાદ ગામ 2.250 કિ.મી અને સણિયા હેમાદગામથી સુરત કડોદરા રોડ 2.40 કિ.મી મળી કુલ 12.944 લંબાઈના આઉટર રિંગ રોડ તેમજ રૂ.179.31 કરોડના ખર્ચે તાપી નદી પરના નવનિર્મિત 1.65 કિમી લંબાઈના રિવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી એ સુરતના વખાણ કરતા જણાવ્યું હતું કે, સુરતમાં જ્યારે આવો ત્યારે કઈક નવો વિકાસ જોવા મળે છે. સુરતની જનતા વિકાસના કામોથી ટેવાઈ ગઈ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં એક નિવેદન આપતા જણાવ્યું છે કે આજે કોઈ ભી ચૂંટણી આવે વિકાસની વાત કરવી જ પડે છે. વિકાસની રાજનીતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાવ્યા છે. વિકાસની રાજનીતી અને વિકાસ કોને કહેવાય એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને બતાવ્યું છે. વિકાસ બોર્ડરના ગામ સુધો પહોંચ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે