મહિલા શું કામ કુદી પડી કોર્ટના નવમા માળથી? થયો ચોંકાવનારો ખુલાસો
તાજેતરમાં નવી કોર્ટ બિલ્ડિંગના નવમાં માળેથી એક મહિલાએ કુદીને આપઘાત કર્યો છે
Trending Photos
સુરત : તાજેતરમાં નવી કોર્ટ બિલ્ડિંગના નવમાં માળેથી એક મહિલાએ કુદીને આપઘાત કર્યો છે. મહિલા નીચે પડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાદ દરમિયાન આ મહિલાનું મોત થયું હતું. નવમાં માળેથી મહિલાએ છલાંગ લગાવતા તેને ગંભીર ઈજા થઈ હતી. ત્યારે તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. માથાના ભાગે ઈજા થતા લોહી વધુ વહી ગયું હતું. આ કારણે મહિલાએ જીવ ગુમાવ્યો છે. પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે આપઘાતના મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના આ ચર્ચાસ્પદ આપઘાતમાં નવો ખુલાસો થયો છે.
આ યુવતીના પરિજનોએ સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નહીં નોંધાય ત્યાર સુધી લાશ લેવાનો ઇનકાર કરતા પોલીસે તેના પતિ-સાસુ-સસરા સહિત 11 સામે ગુનો દાખલ કરીને પાંચની ધરપકડ કરી છે. પરિણીતાએ આત્મહત્યા પહેલાં બે સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, મરવાનું કારણ માત્ર સાસરિયા જ છે. શિમ્પીએ બે સુસાઇડ નોટ લખી છે. પહેલામાં લખ્યું છે પતિ વિજય, સાસુ માલતી, સસરા મુરલીધરસિંહ, જેઠ અજય, જેઠાની બબીતા નનંદ નીલમસિંગનાઓ સામે કેસ બાબતે ન્યાય નહીં મળે એમ માની લઈ આપઘાત કરૂં છું. મેરે મરને કી વજહ સિર્ફ ઓર સિર્ફ સસુરાલવાલે હૈ. બીજી ભાઈઓ માટેની નોટમાં લખ્યું છે કે, તેના ભાઈઓ બહુ સારા છે. તેઓ બહુ પ્રેમ કરે છે. તેઓએ ક્યારેય તેને કોઈ વસ્તુની કમી નથી થવા દીધી અને તેના માટે ભાઈઓએ બહું કર્યું છે.
આ મામલાની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના મયુરનગરમાં રહેતા વિજય સિંઘ નામના પુરૂષ સાથે શિલ્પી નામની મહિલાના લગ્ન 2015માં થયા હતા. હાલમાં આ યુવતી પોતાના પિતાના ઘરે રહેતી હતી. આ મહિલાને પોતાના સાસરિયા સામે કોઈ મુદ્દે કેસ કર્યો હતો અને આ કેસ હજુ સુધી ચાલી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે