વડોદરામાં ચાઈનીઝ ઠગોના લોન કૌભાંડનો પર્દાફાશ: મેટ્રિકમાં નાપાસ ભેજાબાજોએ કર્યું કરોડોનું ચિટિંગ

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં તાજેતરમાં જિતેન્દ્રકુમાર નેકારામ ચૌઘરીએ ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેમણે જણાવ્યું કે, પોતાની આર્થિક સ્થિતિ સુધારવા તેમને અલગ અલગ ઇન્સ્ટન્ટ લોનની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.

વડોદરામાં ચાઈનીઝ ઠગોના લોન કૌભાંડનો પર્દાફાશ: મેટ્રિકમાં નાપાસ ભેજાબાજોએ કર્યું કરોડોનું ચિટિંગ

હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ચાઇનાથી ઓપરેટ થતાં ઇન્સ્ટન્ટ લોન અને ઇન્વેન્સમેન્ટના ઓથા હેઠળ ચાલતા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ધો. 6 નાપાસથી લઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ભેજાબાજોનો સમાવેશ થાય છે. કોણ છે આ ભેજાબાજો અને કેવી રીતે નાગરિકોને લોનના નામે ફસાવતા પોતાની માયાજાળમાં ફસાવતા હતા.

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં તાજેતરમાં જિતેન્દ્રકુમાર નેકારામ ચૌઘરીએ ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેમણે જણાવ્યું કે, પોતાની આર્થિક સ્થિતિ સુધારવા તેમને અલગ અલગ ઇન્સ્ટન્ટ લોનની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાંથી રૂ. 2.64 લાખ રૂપિયાની લોન લીધી હતા. ત્યારબાદ લોન રીકવર કરવા માટે ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ પર એડિટ કરેલા ન્યુડ ફોટો મોકલી પરેશાન કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2022થી જાન્યુઆરી 2023 સુધીમાં અલગ અલગ UPI આઇડીથી લોનના વ્યાજ સાથે કુલ રૂ. 7.29 લાખ ભર્યા છતાં બ્લેક મેલ કરવાનું ચાલુ હતું. જેથી સમગ્ર મામલો વડોદરા સાઇબર ક્રાઇમ પાસે પહોંચ્યો હતો. 

પોલીસે સમગ્ર મામલે જીણવટ ભરી તપાસ કરતા ચાઇના થી ચાલતા આંતરરાષ્ટ્રીય લોન કોભાંડ નો પર્દાફાશ થયો હતો.સાઇબર ક્રાઇમ ના ACP હાર્દિક માંકડીયા ના જણાવ્યા અનુસાર વડોદરાના લોન ધારક યુવકને ધમકી આપનાર ઉમંગની પોલીસે તપાસ કરતા તે વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં કાવીઠા ગામે રહેતો હોવાની વિગતો ખુલી હતી. જેથી પોલીસે છાપો મારી ઉમંગ પટેલને ઝડપી પાડ્યો હતો. 

ઉમંગ પટેલની પુછપરછ દરમિયાન વડોદરા જિલ્લામાં APMC સાથે કામકાજ કરી ખેડૂતોને લોન અપાવવાના નામે સંપર્ક કરતો હોવાની વિગતો ખુલી હતી. તે લોન માટે જુદી જુદી 10 કંપનીઓ સાથે કામ કરતો હોવાની વિગતો ખુલી હતી. તો સાથે જ શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા સેવન હેવન ફ્લેટ માં રહેતા એક પરિવાર ને પણ બેંક સાથે જોડાઈ મોટી આવક મેળવી આપવાની લાલચ આપી છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આ પરિવાર નું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, આ ટોળકી જુદી જુદી બેંકોમાં લોન આપતી કંપની, કોર્પોરેટ ઓફિસ અને જુદા જુદા લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલી ટેલીગ્રામ મારફતે ચાઈનીઝ ઠગોને યુઝર આઇડી અને પાસવર્ડ મોકલી આપતા હતા. પોલીસને હાથ લાગેલા ત્રણ એકાઉન્ટમાં 8 કરોડ 6 કરોડ અને 52 લાખના ટ્રાન્જેક્શન થયા હોવાની વિગતો બહાર આવી છે.

આ આંતર રાષ્ટ્રીય રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે જાણવા વડોદરા સાયબર સેલ દ્વારા ઝડપી પાડેલી ટોળકીના પાંચ સાગરીતોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેથી કોર્ટે પાંચેય આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ દ્વારા આ ટોળકી દ્વારા ખોલવામાં આવેલા તમામ બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરી ટ્રાન્જેક્શનની વિગતો માંગવામાં આવી છે.

પોલીસે ઝડપેલા આરોપીઓ અંગે વાત કરવામાં આવે તો.......

  • 1- ઉમંગ ભૂપેન્દ્રભાઇ પટેલ – રહે કવિઠા, સંખેડા, છોટાઉદેપુર
  • 2- શોએબ મોહંમદ પટેલ – રહે ફ્લેટ નં 101 જેકે કોર્નર, સૈયદપુરા માર્કેટ પાસે, સુરત
  • 3- અહમદુલ્લાહ ઇબ્રાહીમ ચોક્સી – રહે 57, સાદીક મંઝીલ, ટાંકી ફળિયુ, ઉન, સુરત
  • 4- નિતીનભાઇ શિવરામભાઇ પટેલ – રહે 604 શીખીન એપાર્ટમેન્ટ, ભીમરાડ કેનાલ, અલથાન
  • 5- અમિત અરવિંદ ગોયલ – રહે શિવજીના મંદિર પાસે, દેવાલી, ટોક, રાજસ્થાન
  • ઉપરોક્ત તમામે સાથે મળીને ગુનો કર્યા હોવાનું કબુલ્યું છે. તમામની અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

રેકેટમાં કોની શું ભૂમિકા?

1- ઉમંગ પટેલ –
પોતે ધો. 12 સાયન્સ નાપાસ છે. તે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સહિતના ગામોમાં એપીએમસીને લગતી સહકારી મંડળીઓમાં એકાઉન્ટન્ટને લાગતું કામ કરે છે. જુન 2022 માં ટેલીગ્રામમાં એપમાં સંપર્ક થકી ચાઇનીઝ લોકો સાથે મળીને કામ કરતો હતો, તેણે અત્યાસર સુધીમાં ખેડુતોને લોન આપવા માટે કંપની બનાવી કામ કરવાનું કહી 10 બોગસ કંપનીઓ બનાવી છે. 

આ કંપનીના નામે બેંકમાં કોર્પોરેટ અને સેવીંગ્સ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેના યુઝર આઇડી અને પાસવર્ડ ચાઇનીઝ લોકોને ટેલીગ્રામ મારફતે એપી દેતો હતો. તપાસમાં તેણે આ પ્રકારે 30 થી વધારે કરંટ એકાઉન્ટ ખોલ્યા છે. ચાઇનીઝના કહેવા પ્રમાણે તે ચાર રાજ્યોમાં એકાઉન્ટની કીટ તેમજ સીમકાર્ડ કુરીયર કરતો હતો.ઉમંગ પટેલે ગત માર્ચ મહિના માં ચાઇનીઝ લોકો સાથે મલેશિયાની કુલાલામ્પુરમાં મુલાકાત પણ કરી હતી.

2- શોએબ પટેલ – ધો. 10 નાપાસ. સુરતમાં મોબાઇલની દુકાન
જુદી જુદી કંપનીઓમાં ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવીને કેશમાં કન્વર્ટ કરાવડાવતો. અને અબમદુલ્લાહ મારફતે રૂપિયા USDT (ડિજીટલ કરન્સી) મા કન્વર્ટ કરાવતો હતો.

3- અહમદુલ્લાહ ઇબ્રાહીમ ચોક્સી – ધો. 6 નાપાસ છે
સુરતમાં મદરેસામાં બાળકોને ભણાવવાનું કામ કરે છે. તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નિતીન પટેલ સાથે મળીને રૂપિયા USDT (ક્રિપ્ટો કરન્સી) માં કન્વર્ટ કરાવડાવતો હતો. તે શોએબ પાસેથી રૂપિયા કેશમાં લઇ આર.કે આંગળીયામાં નિતીન પાસે જમા કરાવડાવતો હતો. અને ઉમંગ પટેલ મારફતે જે ક્રિપ્ટો કરન્સી એકાઉન્ટ શોએબને મળતુ તે સીએ અમિત ગોયલને મોકલી આપતો હતો.

4- અમિત અરવિંદ ગોયલ –ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે
રાજસ્થાનના કોટ તથા સુરતમાં ઓફિસ ધરાવે છે. નિતીને અમિતની મુલાકાત અહમદુલ્લાહ સાથે કરાવેલી અને અમહદુલ્લાહ પાસેથી જે વોલેટ એડ્રેસ મળે તેમાં USDT ટ્રાન્સફર કરાવતો હતો. ટ્રાન્સફર કર્યાનો સ્ક્રિન શોટ અહમદુલ્લાહને મોકલી આપતો હતો. નિતીન અમિત ગોયલને અહમદુલ્લાહ પાસેથી પૈસા મળ્યાનું કન્ફોર્મેશન આપ્યા બાદ જ તે USDT ટ્રાન્સફર કરાવતો હતો.

5- નિતીન પટેલ -
તેણે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. અને સુરતની આર. કે આંગળિયા પેઢીમાં કામ કરે છે. તે અમિતને USDT માં ટ્રાન્સફર કરવા માટે અહમદુલ્લાહ પાસેથી રોકડા મેળવી અમિત ગોયલને કન્ફોર્મેશન આપતો હતો. ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર થયા બાદ અમિત ગોયલને તેની અવેજીમાં મળેલા રૂપિયા આંગળિયા મારફતે મોકલી આપતો હતો.

કઈ એપ્લિકશન્સની મદદથી નાગરિકોને ફસાવતા??

  • Small Credit,
  • Buddy Cash
  • Lightning Rupee
  • Secure Loan
  • Gold Money
  • Dual Cash
  • New Credit
  • Tara Rupee
  • Family Loan
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news