જનતાના પૈસે તાગડધિન્ના...100 પેપરનો પણ ઉપયોગ ના કરતા સભ્યો માટે પ્રથમવાર બ્રાન્ડેડ ટેબલેટ ખરીદાશે!

સ્માર્ટ ફોનના જમાનામાં વડોદરા મહાનગરપાલિકા હવે 76 કોર્પોરેટર અને ક્લાસ વન અધિકારીઓ માટે 110 ટેબલેટની ખરીદી કરવાનું છે, કોર્પોરેશને ટેબલેટ ખરીદવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે અને 50 લાખની કિંમતના ટેબલેટ ખરીદવામાં આવશે.

Trending Photos

જનતાના પૈસે તાગડધિન્ના...100 પેપરનો પણ ઉપયોગ ના કરતા સભ્યો માટે પ્રથમવાર બ્રાન્ડેડ ટેબલેટ ખરીદાશે!

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા મહાનગરપાલિકા હવે કોર્પોરેટરો અને અધિકારીઓ માટે ટેબલેટની ખરીદી કરશે. બજેટ મીટીંગને હાઇટેક કરવા જનતાના નાણાંથી કોર્પોરેટરોને લાખો રૂપિયાના ખર્ચે ટેબલેટ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા વિવાદ થયો છે.

સ્માર્ટ ફોનના જમાનામાં વડોદરા મહાનગરપાલિકા હવે 76 કોર્પોરેટર અને ક્લાસ વન અધિકારીઓ માટે 110 ટેબલેટની ખરીદી કરવાનું છે, કોર્પોરેશને ટેબલેટ ખરીદવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે અને 50 લાખની કિંમતના ટેબલેટ ખરીદવામાં આવશે. જોકે આ બાબતે વિવાદ થયો છે. કોર્પોરેશનનો વહીવટ પેપરલેસ થાય તેવું કહી પાલિકા ટેબ્લેટ ખરીદી કરી રહી છે, પરંતુ હકીકત એવી છે કે આજે પણ પાલિકા દર વર્ષે 12.50 લાખ રૂપિયાના પેપર ખરીદે છે. તેમજ એક કોર્પોરેટર વર્ષમાં 100 પેપરનો પણ ઉપયોગ કરતા નથી, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ટેકલોનોજી સાથે અપગ્રેડ થવાના અને પેપરલેસ વહીવટના બહાના હેઠળ ટેબ્લેટ ખરીદી જરૂરી હોવાનું કરી રહ્યા છે.

મહાનગર પાલિકાના મોટા ભાગના કોર્પોરેટરો પાસે સ્માર્ટ ફોન છે, તેમ છતાં જનતાના ટેક્ષના નાણાંનો ટેબલેટ ખરીદીને વેડફાટ પાલિકાના સત્તાધીશો કરતા હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર કરી રહ્યા છે. તો વિપક્ષ નેતા કોર્પોરેટરોને ટેબ્લેટ આપવાની વાતનું સમર્થન કરી જેમને ટેબ્લેટ વાપરતા નથી આવડતા તેમના માટે ક્લાસ રાખવા જોઈએ તેવું કહી રહ્યા છે, સાથે જ કોર્પોરેશનની તમામ ફાઈલો અને પત્ર વ્યવહાર પણ ટેબલેટથી થાય તો જ કામ પારદર્શિતા આવશે અને સ્ટેશનરીનીનો ઉપયોગ ઘટશે તેવું પણ સૂચન કરી રહ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાના શાસકોએ ટેબલેટ ખરીદવાની કાર્યવાહી તો શરૂ કરી દીધી છે પણ ટેબલેટના ઉપયોગથી જનતાને કેટલો ફાયદો થશે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે. હાલ તો વડોદરાના કોર્પોરેટરો સાંસદો, ધારાસભ્યોની જેમ હાથમાં ટેબલેટ સાથે ફરતા જોવા મળશે તે નક્કી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news