ગુજરાત પર 'વાયુ'નું સંકટ: શાળા-કોલેજો બંધ, રજાઓ રદ્દ, સેના-NDRF અલર્ટ મોડ પર

અરબી સમુદ્રમાં ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને અનેક આગોતરી સંભવિત વાવાઝોડાના સામના માટે સજ્જ થયું છે. આ પ્રયાસોના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિસ્થિતિ સામે વહિવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપવામાં આવી હતી. 

ગુજરાત પર 'વાયુ'નું સંકટ: શાળા-કોલેજો બંધ, રજાઓ રદ્દ, સેના-NDRF અલર્ટ મોડ પર

અમદાવાદઃ અરબી સમુદ્રમાં ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને અનેક આગોતરી સંભવિત વાવાઝોડાના સામના માટે સજ્જ થયું છે. આ પ્રયાસોના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિસ્થિતિ સામે વહિવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપવામાં આવી હતી. આ વાવઝોડુ બુધવારે સવાર સુધીમાં ગુજરાત પર ત્રાટકી શકે છે.

એનડીઆરએફની સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં 36 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં ચાલી રહેલા વાવઝોડાના સંકટને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની અધ્યક્ષસ્થાને સુરક્ષા વ્યવસ્થાને લઇને મહત્વની બેઠક મળી હતી. ત્યાર બાદ નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યના લોકોને મહત્વની માહિતી આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના તમામ વિભાગો દ્વારા આગોતરૂ આયોજન અને બચાવ કામગીરી રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે. નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં આવનારા સંકટને પગલે ગુજરાતમાં વાવાઝોડાને અસર કરતા તમામ જિલ્લાઓના લોકોને અમૂક પ્રકારના સૂચનો પણ આપ્યા હતા.

ગુજરાતમાં વાવાઝોડના સંકટને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કરી એડવાઇઝરી

રાજ્યમાં વાયુ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ સતર્ક છે અને કેન્દ્ર સરકાર દ્વારા સતત રાજ્ય સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે વાયુ વાવાઝોડાને લઇને એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને તાકીદના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. વાયુ વાવાઝોડાને કારણે માનવ મૃત્યુ ન થાય તે માટે વિશેષ સૂચના અપાઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કરેલી એડવાઇઝરીમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, વાવાઝોના કારણે જાનહાનિ ન થવી જોઇએ. આ ઉપરાંત માલ-મિલકતને થનારું નુકસાન પણ ઓછામાં ઓછું થાય તે માટે પણ આદેશ કરાયો છે.

‘વાયુ’વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠાના 74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર

મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં યોજેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં એવી પણ અપીલ કરી કે, સૌરાષ્ટ્રના ખાસ કરીને સોમનાથ દ્વારકા પોરબંદર અને દરિયાકાંઠાના પ્રવાસન ધામોમાં રહેલા ટુરિસ્ટને આ વિસ્તારો છોડી દેવા તેમજ સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. આવા પ્રવાસીઓને જરૂર જણાયે ખાસ બસ માટે સંબંધિત જિલ્લાના એસ.ટી ડેપો મેનેજરનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. આવા પ્રવાસીઓની સલામતી અને અન્યત્ર ખસેડવાની સૂચનાઓ પણ જે તે જિલ્લા તંત્ર વાહકોને આપી દેવામાં આવી છે.

વાયુ' વાવાઝોડામાં સંકટ સમયે સહાય માટે જાહેર થયા કંટ્રોલ રૂમ નંબર

દ્રારકા કંટ્રોલ રૂમ નંબર 02833 - 232125
જામનગર કંટ્રોલ રૂમ નંબર 0288 - 2553404
પોરબંદર કંટ્રોલ રૂમ નંબર 0286 - 2220800
દાહોદ કંટ્રોલ રૂમ નંબર 02673 - 239277
નવસારી કંટ્રોલ રૂમ નંબર  +91 2637 259 401
પંચમહાલ કંટ્રોલ રૂમ નંબર +91 2672 242 536
છોટાઉદેપુર કંટ્રોલ રૂમ નંબર +91 2669 233 021
કચ્છ કંટ્રોલ રૂમ નંબર 02832 - 250080
રાજકોટ કંટ્રોલ રૂમ નંબર 0281 - 2471573
અરવલ્લી કંટ્રોલ રૂમ નંબર +91 2774 250 221

દક્ષિણ ગુજરાતના તાપીમાં ધોધમાર વરસાદ શરૂ, વીજળી પડતા મહિલાનું મોત

રાજ્યમાં વધી રહેલા ‘વાયુ’ વાવાઝાડોના સંકટને કારણે દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા તાકીદની એક બેઠક બોલાવવામાં આવી હતી. ફેરી બોટ સર્વિસ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા બપોરે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. વાવાઝોડાના સંકટને પગલે તંત્રને સજ્જ કરવા માટે વિવિધ એજન્સીનાં અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ સમય દરમિયાન બે દિવસ શાળા કોલેજ બંધ રાખી જિલ્લામાં બે કન્ટ્રોલ રૂમ 24 કલાક ખોલવા તેમજ ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ પણ બંધ અચોક્કસ મુદત સુધી આવતી કાલ મંગળવારથી બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજ્યના 10 જિલ્લાઓની શાળાઓમાં રજા રહેશે: CM રૂપાણી

લક્ષ્યદ્વીપ ટાપુઓના ગ્રૂપ પાસેથી અરબ સાગરની ઉપર બનેલ વાવાઝોડુ તોફાન વાયુની રફ્તાર ધીરેધીરે વધી રહી છે. આ તોફાન બુધવાર સુધી ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં તબદીલ થવાની શક્યતા છે. તે ઉત્તર-પશ્ચિમ તરફથી ગુજરાત તરફ તેજીથી વધી રહ્યું છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની સાથે દેશના પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે.

દ્વારકા: વાવાઝોડાનું સંકટ, ઓખાથી બેટદ્વારકા જતી ફેરી બોટ અચોક્કસ મુદત સુધી બંધ
 
‘વાયુ’વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠાના 74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર
રાજ્યમાં આવી રહેલા આફતના વાવાઝોડાને લઇને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવતા 74 ગામોમાંથી લોકોનુ કરાશે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સુચન આપી દેવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાની તમામ શાળા અને કોલેજોને ત્રણ દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાને લઇને 12થી14 તારીખ સુધી તકેદારીના ભાગ રૂપે શાળા કોલેજોમાં રજાઓ આપી દેવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનું આગમન, નવસારી અને ડાંગમાં પવન સાથે વરસાદ

વાવાઝોડાને પગલે અનેક શાળાઓ બંધ, શાળા પ્રવેશોત્સવ પણ થઈ શકે છે કેન્સલ
સમગ્ર ગુજરાતના દરિયા કાંઠે વાયુ વાવાઝોડાને ત્રાટકવાને 36 કલાકની વાર છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તંત્ર ખડેપગે ગોઠવી દેવાયું છે. દરિયા કાંઠે એલર્ટ જાહેર કરાયું છે, અને શક્યત તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે વાયુની અસર શિક્ષણ પર પણ જોવા મળશે. વાયુ વાવાઝોડાને પગલે શાળા પ્રવેશોત્સવ કેન્સલ થાય તેવા એંધામ છે. આ અંગે મોડેથી જાહેરાત થાય તેવી સંભાવના છે.

  • દ્વારકા-3
  • ગીર સોમનાથ-5
  • અમરેલી-4
  • જૂનાગઢ-3
  • પોરબંદર-3
  • ભાવનગર-3
  • જામનગર-2
  • મોરબી-2
  • કચ્છ-2
  • વલસાડ-1
  • સુરત-1
  • રાજકોટ-4
  • દિવ-3

વાવાઝોડાને પગલે અનેક શાળાઓ બંધ, શાળા પ્રવેશોત્સવ પણ થઈ શકે છે કેન્સલ

જુઓ LIVE TV

વાયુથી બચવા માટે ગુજરાત સરકારે લીધા મોટા પગલા, આર્મી-એરફોર્સ પણ ખડેપગે
વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતનું તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠક પૂરી થઈ છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના શુ પગલા લેવાયા છે, તેની માહિતી આપી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news