અમદાવાદમાં એક RJએ પોતાના પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

એક રેડિયો જોકીએ પોતાના પતિ વિરુદ્ધ માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. 

 

અમદાવાદમાં એક RJએ પોતાના પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

અમદાવાદઃ એક રેડિયોમાં કામ કરતી રેડિયો જોકીએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મહિલા આરજેએ સગા સંબંધીને સોશિયલ મીડિયા દ્વારા અભદ્ર મેસેજો કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આરજેના ફેસબુક પેજ પર ખાનગી વાતોના બ્લોગની લિંક મોકલી બદનામ કરવામાં આવી હોવાની વાત કહી છે. આરોપીએ માનસિક ત્રાસ આપ્યો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આરજેના પતિ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મહિલાએ કરેલી ફરિયાદ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news