Green Tea Side Effects: ગ્રીન ટી પીવાના શોખીન છો? તો આ નુકસાન વિશે પણ જાણી લો
Green Tea Side Effects: ઘણા શોધ અને સંશોધનોમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, ગ્રીન ટી પીવાથી વાળ અને ત્વચાને બહુ ફાયદો મળે છે. પરંતુ જો તેનું ખોટી રીતે સેવન કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ વધારે નુકસાન થઈ શકે છે. આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ, ગ્રીન ટી પીવાથી થતાં નુકસાનથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આમ તો ગ્રીન ટીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, પરંતુ કેટલીક સમસ્યા દરમિયાન તેનું સેવન કરવાથી ઘણાં ગંભીર નુકસાન પણ થઈ શકે છે.
Trending Photos
Green Tea Side Effects: આજના સમયમાં સ્વાસ્થ્ય પ્રેમી લોકો ચા-કૉફીની જગ્યાએ ગ્રીન ટી પીવાનું વધારે પસંદ કરે છે. ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે લેવી એક માન્યતા પણ એક મોટા તબક્કામાં પ્રવર્તમાન છે. ગ્રીન ટી તેનું સેવન કરવાથી આપણાં શરીરમાં રહેલો વધારાનો કચરો દૂર થાય છે. આપણું લોહી શુદ્ધ થાય છે. આ ઉપરાંત ગ્રીન ટી થી આપણા શરીરનું પાચન સારું થાય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે એવું પણ માન્યતા છે. આ સિવાય ગ્રીન ટીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. આ તો થઈ ફાયદાની વાત પણ શું તમે ક્યારેય સાંભળ્યું છેકે, સ્વાસ્થ્ય વર્ધક ગણાતી ગ્રીન ટી થી નુકસાન પણ થઈ શકે છે? આ માહિતી જાણવા જેવી છે.
ઘણા શોધ અને સંશોધનોમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, ગ્રીન ટી પીવાથી વાળ અને ત્વચાને બહુ ફાયદો મળે છે. પરંતુ જો તેનું ખોટી રીતે સેવન કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ વધારે નુકસાન થઈ શકે છે. આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ, ગ્રીન ટી પીવાથી થતાં નુકસાનથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આમ તો ગ્રીન ટીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, પરંતુ કેટલીક સમસ્યા દરમિયાન તેનું સેવન કરવાથી ઘણાં ગંભીર નુકસાન પણ થઈ શકે છે.
ગ્રીન ટી પીવાથી થતા નુકસાન:
આમ તો ગ્રીન ટી પીવાથી તમારા શરીરને ઘણા ફાયદા મળે છે, પરંતુ તેનું ખોટી રીતે સેવન કરવાથી બહુ નુકસાન પણ થઈ શકે છે. દિવસમાં ઘણીવાર ગ્રીન ટી પીવાથી તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દિવસમાં વધુમાં વધુ 2-3 ગ્રીન ટી જ પીવી ફાયદાકારક ગણાય છે. તેનાથી વધારે ગ્રીન ટીન ટીનું સેવન કરવાથી પેટ સંકળાયેલ સમસ્યાઓ થઈ શકે છે.
વધુ પડતી ગ્રીન ટી નોતરી શકે છે નુકસાનઃ
1) બહુ વધારે ગ્રીન ટી પીવાથી તમારું બ્લડ પ્રેશર ઘટી શકે છે અને તેના કારણે બીજી પણ કેટલીક સમસ્યાઓ સતાવી શકે છે.
2) બેથી ત્રણ કપ કરતાં વધારે ગ્રીન ટી પીવાથી તમને માથાના દુખાવાની ગંભીર સમસ્યા સતાવી શકે છે. તેના કારણે તમને માઈગ્રેનની સમસ્યાનો ખતરો પણ રહે છે.
3) ગ્રીન ટીનું વધારે પડતું સેવન કરવાથી ઉલટી અને ઉબકાની સમસ્યા સતાવી શકે છે. ગ્રીન ટીમાં ટૈનિનની માત્રા બહુ વધારે છે, જેના કારણે ઉલટીની સમસ્યા પણ સતાવી શકે છે.
4) બહુ વધારે ગ્રીન ટીના સેવનથી પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે તમારા પેટમાં મરોડ, દુખાવો અને અપચાની સમસ્યા થઈ શકે છે.
5) વધારે ગ્રીન ટીના સેવનથી ઊંઘ સાથે સંકળાયેલ સમસ્યાઓ થઈ શકે છે. વધારે ગ્રીન ટી પીવાથી શરીરમાં મેલાટોનિન હોર્મોનનું સંતુલન બગડી શકે છે, જેના કારણે ઊંઘની ઉણપ પણ થઈ શકે છે.
કઈ બાબતોની રાખવી જોઈએ કાળજી?
1) રોજ સંતિલિત માત્રામાં જ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ, કેટલીક સમસ્યાઓમાં ગ્રીન ટીનું સેવન કરવું ન જોઈએ.
2) જો તમને એનીમિયાની સમસ્યા હોય તો, ગ્રીન ટીનું સેવન ન કરવું.
3) એનીમિયામાં ગ્રીન ટીના સેવનથી હીમોગ્લોબિનનું લેવલ ઓછું થઈ શકે છે.
4) મોતિયાબિંદ અને આંખ સાથે સંકળાયેલ ગંભીર સમસ્યાઓથી પીડાતા હોવ તો ગ્રીન ટીનું સેવન ન કરવું જોઈએ. તેના કારણે આંખ પર દબાણ આવે છે અને આંખ સાથે સંકળાયેલ સમસ્યાઓ વધી શકે છે.
5) જે લોકો એન્ટી-બાયોટિક દવાઓનું સેવન કરતા હોય તેમણે પણ ગ્રીન ટીનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
ગ્રીન ટીનું સંતુલિત માત્રામાં સેવન કરવાથી જ ફાયદો મળે છે, પરંતુ તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો તમને ઘણાં નુકસાન થઈ શકે છે. ગ્રીન ટીનું સેવન કરતી વખતે અહીં જણાવેલ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કોઈપણ સમસ્યા અને મુશ્કેલી હોય તો ગ્રીન ટીનું સેવન કરતી વખતે ડૉક્ટર કે એક્સપર્ટની સલાહ ચોક્કસથી લેવી જોઈએ.
DISCLAIMER:અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક એની પુષ્ટી કરતું નથી. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે. કારણકે, દરેક વ્યક્તિનું શરીર તેનું મેટાબોલિઝમ અલગ અલગ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે