પૂરતી ઊંઘ લેવાથી મગજની શક્તિ અને પર્ફોર્મન્સમાં કેવી રીતે થાય છે વધારો? વૈજ્ઞાનિકે જણાવ્યું કારણ

Benefits Of Sleep: એક હેલ્ધી લાઈફ જીવવા માટે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ જેવી જરૂરી છે. તે આપણને રાહતનો અહેસાસ તો આપે જ છે, સાથે-સાથે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Trending Photos

પૂરતી ઊંઘ લેવાથી મગજની શક્તિ અને પર્ફોર્મન્સમાં કેવી રીતે થાય છે વધારો? વૈજ્ઞાનિકે જણાવ્યું કારણ

Benefits Of Sleep: વૈજ્ઞાનિકોની એક ટીમે એક મહત્વપૂર્ણ શોધ કરી છે જેના દ્વારા આપણે જાણી શકીશું કે ઊંઘ કેવી રીતે આપણા મગજની શક્તિમાં વધારો કરે છે. આ સાથે વૈજ્ઞાનિકોએ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે મન અને શરીરના વિકાસ માટે ઊંઘ કેટલી જરૂરી છે.

ઊંઘથી વધે છે પરફોર્મન્સ
અગાઉ કરવામાં આવેલા ઘણા રિચર્સમાં આ વાત સામે આવી ચૂકેલ છે કે ઊંઘ આપણા કોગ્નિટિવ પરફોર્મન્સને વધારવાનું કામ કરે છે. જો કે, અંડરલાઈન્ડ ન્યુરલ મિકેનિઝમ્સ, ખાસ કરીને નોન-રેપિડ આઇ મૂવમેન્ટ (NREM) સ્લીપ સાથે સંકળાયેલા, મોટે ભાગે અજ્ઞાત રહી ગયા છે.

રાઈસ યુનિવર્સિટી (Rice University) અને હ્યૂસ્ટન મેથોડિસ્ટ સેન્ટર ફોર ન્યૂરલ સિસ્ટમ રિસ્ટોરેશન (Houston Methodist’s Center for Neural Systems Restoratio) અને વેઇલ કોર્નેલ મેડિકલ કોલેજ (Weill Cornell Medical College)ના રિસર્ચર્સની એક ટીમ દ્વારા કરવામાં આવેલ નવી સ્ટડીનો હેતું બધી વસ્તુઓને સામે લાવવાનો હતો.

મનને કરો તેજ
'સાયન્સ' જર્નલમાં પ્રકાશિત આ રિચર્સમાં જણાવાયું છે કે NREM ઊંઘ (ઉદાહરણ તરીકે ઝપકી લેતા સમયે મહસૂસ કરવામાં આવતી ઊંઘની ઝબકી) મગજને તેજ કરવાનું કામ કરે છે અને ઈન્ફોર્મેશન એન્કોડિંગમાં વધારો કરે છે, જેનાથી આ ઊંઘના તબક્કા પર નવી વાત સામે નિકળીને આવી છે. સંશોધકોએ ઈનવેસિવ સ્ટિમુલેશ દ્વારા આ ઈફેક્ટ્સને પુનરાવર્તિત કરી છે, જેનાથી મનુષ્યમાં ભવિષ્યમાં ન્યુરો-મોડ્યુલેશન થેરેપીજ માટે આશાસ્પદ શક્યતાઓ સૂચવે છે.

ડ્રેગોઈસ લેબ (Dragoi’s lab)ના ભૂતપૂર્વ સંશોધક અને વેઈલ કોર્નેલ (Weill Cornell)માં ન્યુરોલોજિકલ સર્જરીમાં રેજિડેન્ટ ડો. નતાશા ખરાસે જણાવ્યું હતું કે, "ઊંઘ દરમિયાન આપણા મગજમાં ઘણી બધી પ્રવૃત્તિ જોવા મળે છે. આમાંના ઘણા મગજને આરામ કરવામાં અને એનર્જી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે."

જો કે, ઊંઘ પછી ન્યીરોનલ એક્ટિવિટી ઊંઘ કર્યા પહેલાંની તુલનામાં વધુ અસંગત બની હતી, જેનાથી ન્યૂરોન્સ વધુ સ્વતંત્ર રીતે સક્રિય થઈ શકે છે. આ બદલાવના કારણે ઈન્ફોર્મેશન પ્રોસેસિંગમાં એક્યૂરેસી અને વિઝ્યુઅલ્ ટાસ્કના પરફોર્મન્સમાં સુધારો થયો છે.

શું આવ્યું પરિણામ?
તારણોથી જાણવા મળ્યું છે કે ઊંઘથી વિઝ્યુઅલ્ ટાસ્કમાં પ્રાણીઓના પ્રદર્શનમાં સુધારો કર્યો છે અને સાથે જ ફરતી તસ્વીરોને ઓળખવામાં તેમની ચોકસાઈમાં પણ વધારો કર્યો છે. મહત્વની વાત એ છે કે આ સુધારો ફક્ત તે લોકોમાં હતો જેઓ ખરેખર ઊંઘે છે. જેઓ ઉંઘ્યા નહોતા તેમનું પરફોર્મન્સ યથાવત રહ્યું હતું.

રાઈસ યુનિવર્સિટી (Rice University)ના ઈલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રોફેસર વેલેન્ટિન ડ્રાગોઈ(Valentin Dragoi)એ કહ્યું કે, "આ ખોજ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે આ જણાવે છે કે ઊંઘની કેટલીક ફાયદાકારક અસરો, જેમ કે મગજની મરામત અને પ્રદર્શનમાં સુધારો, વાસ્તવિક ઊંઘ વિના પણ પ્રાપ્ત કરી શકાય છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news