Lemon And Honey: આ 4 બીમારી હોય તેણે ન પીવું લીંબુ-મધવાળું ગરમ પાણી, તબીયત થઈ જાશે ખરાબ


Lemon And Honey: સવારે ખાલી પેટ હુંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને પીવાથી થતા ફાયદા વિશે તમે પણ હજારો વખત સાંભળ્યું હશે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય તો આ પાણી 4 બીમારી હોય એણે પીવું જોઈએ નહીં. 

Trending Photos

Lemon And Honey: આ 4 બીમારી હોય તેણે ન પીવું લીંબુ-મધવાળું ગરમ પાણી, તબીયત થઈ જાશે ખરાબ

Lemon And Honey: સવારે જાગીને તમે સૌથી પહેલા જે પણ વસ્તુ પીવો છો કે ખાવ છો તેની અસર ફિઝિકલ હેલ્થ, સ્કીન અને મેન્ટલ હેલ્થને પણ થાય છે. તેથી જ સવારે ખાલી પેટ કેટલીક ખાસ વસ્તુઓ ખાવાની કે પીવાની સલાહ આપવામાં આવે છે. જેથી શરીર ડિટોક્ષ થાય અને સાથે જ શરીરમાંથી બીમારીઓ પણ દૂર થાય. સવારે પીવાની હેલ્ધી વસ્તુઓમાંથી એક છે હૂંફાળું પાણી અને તે પણ મધ અને લીંબુનો રસ ઉમેરેલું. આ એવું પીણું છે જે કોઈપણ વ્યક્તિ પી શકે છે. 

સવારે હુંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પેટ સાફ આવે છે, વજન ઘટાડવામાં મદદ મળે છે, શરીરમાં રહેલા વિશાક્ત પદાર્થ શરીરમાંથી નીકળે છે. અને અન્ય પણ ઘણા લાભ થાય છે. પરંતુ આ હેલ્ધી ડ્રિંક કેટલીક બીમારીમાં જોખમી સાબિત થાય છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે આ પીણું 4 બીમારીમાં પીવાની ભૂલ કરવી નહીં. આ ડ્રિન્ક 4 બીમારીમાં પીવામાં આવે તો શરીરને નુકસાન કરે છે. 

આ લોકોએ ગરમ પાણીમાં લીંબુ અને મધ ઉમેરી ન પીવું 

સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર હુંફાળા પાણીમાં લીંબુ અને મધનું મિશ્રણ શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે. આ પીણું શરીર માટે ફાયદાકારક છે. સવારે ખાલી પેટ હુંફાળા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી લીવરની સફાઈ થાય છે. સાથે જ ગેસ અને એસિડિટી જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. પરંતુ 4 બીમારી હોય તેમણે હુંફાળા પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પીવું નહીં. આ ચાર સમસ્યા કઈ છે તે પણ જાણી લો.

આ સમસ્યામાં ન પીવું લીંબુ અને મધવાળું હૂંફાળું પાણી 

1. જે લોકોને ગઠિયાની સમસ્યા હોય તેમણે આ પીણું ક્યારેય પીવું નહીં. 

2. હાઈપર એસિડિટી કે પિત્ત દોષવાળા લોકોએ પણ હુંફાળા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવું જોઈએ નહીં. ખાસ કરીને ખાલી પેટ તો ક્યારેય નહીં. 

3. જે લોકોના હાડકા નબળા હોય અથવા તો દાંત હલી રહ્યા હોય તેમણે પણ આ પીણું પીવાનું ટાળવું જોઈએ. 

4. જે લોકોને મોઢામાં અલ્સર એટલે કે ચાંદા પડી ગયા હોય તેમણે પણ લીંબુ અને મધનું પાણી પીવાનું ટાળવું. 

લીંબુ અને મધવાળું પાણી પીવામાં આ વાતનું રાખો ધ્યાન 

- પાણી હંમેશા હૂંફાળું ગરમ હોવું જોઈએ વધારે પડતું ગરમ પાણી પીવાનું ટાળવું. 

- હુંફાળા પાણીમાં મધ તે સમયે જ ઉમેરો જ્યારે તમે પાણીને પી જવાના હોય. વધારે ગરમ પાણીમાં મધ ઉમેરવું નહીં. 

- એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી જ મધ ઉમેરવું તેનાથી વધારે મધ ઉમેરવું નહીં. 

- જ્યારે તમે પાણીની શરૂઆત જ કરો ત્યારે લીંબુનો રસ થોડો જ ઉમેરવો. જો કોઈ જ તકલીફ ન પડે તો ધીરે ધીરે લીંબુની માત્રા વધારવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news