Healthy Drink: પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Healthy Drink: હેલ્ધી અને ફીટ રહેવું હોય તો પીપળાના પાનનો કાઢો પીવો લાભકારી સાબિત થઈ શકે છે. આ કાઢો પીવાથી 4 બીમારીઓમાં ફાયદો થઈ શકે છે. આજે તમને જણાવીએ આ કાઢો કેવી રીતે બનાવવો અને તેનાથી થતા લાભ વિશે.
Trending Photos
Healthy Drink: પીપળાના પાનનો ઉકાળો આયુર્વેદનો એક પ્રાચીન અને પ્રભાવી ઉપચાર છે. તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. પીપળાના પાન એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ વાયરલ અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણ ધરાવે છે. જે શરીરની રોગપ્રતકારક ક્ષમતાને મજબૂત કરે છે. ત્વચા સંબંધિત સમસ્યાથી લઈને શરીરની સમસ્યાઓમાં પણ આ ઉકાળો ફાયદો કરે છે.
પીપળાના પાનનો ઉકાળો પાચનતંત્રને સુધારે છે અને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. આ ઉકાળો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પીપળાના પાનમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતાને પણ વધારે છે. તેનાથી શરીરની બીમારીઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ પીપળાના પાનનો ઉકાળો કેવી રીતે બનાવવો અને તેનાથી કયા ફાયદા થાય છે.
પીપળાના પાનનો ઉકાળો બનાવવાની રીત
સૌથી પહેલા ત્રણથી ચાર પીપળાના તાજા પાનને લઇ ધોઈ લેવા. હવે એક વાસણમાં એક ગ્લાસ પાણી લેવું. તેમાં આ પાન ઉમેરી પાણીને ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય પછી તેને ગાળી લો. હવે આ પાણીમાં જરૂર જણાય તો મધ ઉમેરી સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આ ઉકાળો પીવાથી નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થશે.
પીપળાના પાનનો ઉકાળો પીવાથી થતા ફાયદા
1. પીપળાના પાનમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. તેનાથી શરદી, ઉધરસ અને બ્રોંકાયટીસ જેવી સમસ્યાઓ ઓછી કરવામાં મદદ મળે છે. પીપળાના પાન ગળાનો સોજો ઉતારે છે અને શ્વાસ પ્રણાલીને મજબૂત બનાવવાનું કામ કરે છે.
2. જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ હોય જેમ કે ગેસ, એસિડિટી, કબજિયાત તેમણે પીપળાના પાનનો ઉકાળો પીવો જોઈએ તેમને ફાયદો થાય છે. આ ઉકાળો પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
3. પીપળાના પાનમાં ડાયાબિટીસને કંટ્રોલ કરવાના ગુણ હોય છે. પીપળાના પાનનો ઉકાળો પીવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે તેનાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. પીપળાના પાનનો ઉકાળો રોજ પીવાથી શરીરમાં ઇન્સ્યુલિનની ગતિવિધિ વધે છે.
4. પીપળાના પાનમાં એન્ટી ઓક્સીડન્ટ તત્વ હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરી શકે છે. તેનાથી ખીલ અને સ્કીન ઇન્ફેક્શન ઘટાડવામાં મદદ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે