દિવાળી દરમિયાન કેન્સરના દર્દીઓની આ રીતે રાખો કાળજી

Cancer Patient: કેન્સરના દર્દીઓએ સમયસર તેમની દવા લેવી જોઈએ, ઘરે પણ માસ્ક પહેરવું જોઈએ અને જો ફટાકડાનો અવાજ વધુ હોય તો ઈયરપ્લગ પહેરવાનું વિચારી શકે છે.

દિવાળી દરમિયાન કેન્સરના દર્દીઓની આ રીતે રાખો કાળજી

Cancer Patient Care: જ્યારે દિવાળીની ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે કેન્સરના દર્દીઓએ સમયસર તેમની દવા લેવી જોઈએ, ઘરે પણ માસ્ક પહેરવું જોઈએ અને જો ફટાકડાનો અવાજ વધુ હોય તો ઈયરપ્લગ પહેરવાનું વિચારી શકે છે.

જ્યારે દિવાળી એ પ્રકાશનો તહેવાર છે અને આનંદ અને ઉલ્લાસ ફેલાવે છે, ત્યારે વાયુ અને ધ્વનિ પ્રદૂષણના ઊંચા સ્તર કેન્સરના દર્દીઓ સહિત કેટલાક લોકો માટે મુશ્કેલીરૂપ બની શકે છે. દિવાળીનો સમય આપણા હૃદયને ઘણી ખુશીઓથી ભરી દે છે, પરંતુ આપણા પરિવારમાં અથવા મિત્રોમાં રહેલા કેન્સરના દર્દીઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની ખાતરી કરવી જોઈએ.

દિવાળીના વ્યસ્ત અઠવાડિયે બધાજ લોકો ની ખાવાની અને આરામ કરવાની દિનચર્યા માં ઘણો ફેરફાર જોવો મળતો હોય છે. જો કે, કેન્સરના દર્દીઓ માટે આરોગ્યપ્રદ અને સમયસર ભોજન લેવું અને આરોગ્યની કોઈપણ તકલીફ ટાળવા માટે તેમની દવાઓ સમયસર લેવી મહત્વપૂર્ણ છે. બિનઆરોગ્યપ્રદ પ્રોસેસ્ડ નાસ્તા અને મીઠાઈઓ ખાવાની વાત આવે ત્યારે પણ કાળજી લેવી જોઈએ.

નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના સર્જીકલ ઓન્કોલોજી કન્સલ્ટન્ટ ડો. મનીષ સદ્યવાની એ જણાવ્યું કે "કેન્સરના દર્દીઓએ નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલી તંદુરસ્ત આહારની આદતોનું પાલન કરવું જોઈએ. મીઠાઈઓ, નમકીન માં ખુબજ ધ્યાન રાખવું જોઈએ. આહારમાં તમામ જરૂરી પોષક તત્વોનો સમાવેશ કરો. જંક, તેલયુક્ત અને પ્રોસેસ્ડ ખોરાકને ના કહો. દિવસભર ઊર્જાવાન રહેવા માટે વધારે  પાણી પીવો."

સર્જીકલ ઓન્કોલોજી કન્સલ્ટન્ટ ડો.ઋષિત દવે અને ડો.રોનક વ્યાસએ જણાવ્યું હતું કે જો ફટાકડાનો અવાજ વધુ હોય તો કેન્સરવાળા લોકોએ ઇયરપ્લગ પહેરવાની જરૂર છે. જ્યાં ફટાકડા ફોડવામાં આવે છે ત્યાં જવાનું ટાળો. જ્યારે લોકો બહાર ફટાકડા ફોડતા હોય ત્યારે બારી-બારણાં બંધ રાખો, દિવાળી ની સાંજે અવાજ અને વાયુ પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળે છે માટે તેની પૂરતી કાળજી રાખવી જોઈએ." 

તહેવારના સમયે આ જીવલેણ રોગથી પીડિત એવા પ્રિયજનો માટે સમય કાઢવો જોઈએ અને તેમને ટેલિવિઝનના કાર્યક્રમો, મૂવીઝ અથવા સંગીત સાથે વ્યસ્ત રાખવા જોઈએ જેથી તેઓ ઉપેક્ષા ન અનુભવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news