વિશાખાપટ્ટનમઃ હિન્દુસ્તાન શિપયાર્ડમાં અચાનક ક્રેન તૂટી નીચે પડી, અત્યાર સુધી 11ના મોત


Visakhapatnam News: વિશાખાપટ્ટનમમાં શનિવારે થયેલી દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. અહીં હિન્દુસ્તાન શિપયાર્ડમાં લાગેલી ક્રેન તૂટીને અચાનક નીચે પડી હતી. જેમાં 11 મજૂરોના મૃત્યુ થયા છે.
 

વિશાખાપટ્ટનમઃ હિન્દુસ્તાન શિપયાર્ડમાં અચાનક ક્રેન તૂટી નીચે પડી, અત્યાર સુધી 11ના મોત

વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેન દુર્ઘટનામાં 11 મજૂરોના મોત થયા છે. વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર વિનય ચંદે આ મામલાની પુષ્ટિ કરી છે. દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શિપયાર્ડમાં લાગેલી ક્રેન અચાનક નીચે પડી જાય છે. ક્રેનની નીચે દબાવાથી લોકોના મોત થયા છે. 

સાઇટ પર હાજર હતા 18 મજૂર
તો અમંત્રી અવંતિ શ્રીનિવાસે આ ઘટનાની જાણકારી લેતા અધિકારીઓને તત્કાલ પગલાં ભરવાનું કહ્યું છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ભારે ક્રેનની પાસે કુલ 18 મજૂર કામ કરી રહ્યાં હતા. 

— ANI (@ANI) August 1, 2020

ક્રેનમાંથી લોડિંગની થઈ રહી હતી ટ્રાયલ
આ વચ્ચે અચાનક ક્રેન તૂટીની નીચે પડી ગઈ. ક્રેનની ઝપેટમાં આવવાથી 11 મજૂરોના મોત થયા છે. એક ઈજાગ્રસ્ત મજૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દુર્ઘટના સમયે ક્રેનમાંથી લોડિંગની ટ્રાયલ કરવામાં આવી રહી હતી. ક્રેનની ઝપેટમાં આવેલા અન્ય મજૂરેને કાટમાળમાંથી કાઢવાની કામગીરી ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news