Anti-Theft E-Cycle Features: 19 વર્ષના છોકરાના Innovation પર થશે તમને ગર્વ, દુનિયાના કોઈપણ ખુણેથી કરી શકાય છે ઉપયોગ

Anti-Theft E-Cycle Features: આસામના સમ્રાટ નાથે યુટ્યૂબ પરથી મેળવ્યું નોલેજ અને તેનો ઉપયોગ કરી જે સાયકલ બનાવી છે તેના ફિચર્સ પણ ઘણા જબરદસ્ત છે.

Anti-Theft E-Cycle Features: 19 વર્ષના છોકરાના Innovation પર થશે તમને ગર્વ, દુનિયાના કોઈપણ ખુણેથી કરી શકાય છે ઉપયોગ

Anti-Theft E-Cycle Innovation: કુશળતા કોઈ ડિગ્રીને આધિન નથી હોતી. સાધારણ વ્યક્તિ પણ ઘણી વખત એવું કામ કરી જાય છે જેના પર દુનિયા ગર્વ કરે છે. કંઇક આવું જ કરી દેખાડ્યું છે આસામના કરીમગંજના રહેવાસી સમ્રાટ નાથે જેણે થેફ્ટ પ્રુફ ઈ-સાયકલ બનાવવાનો દાવો કર્યો છે. આ સાયકલની સૌથી મોટી વિશેષતા એ છે કે જ્યારે કોઈપણ તેને ચોરી કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે સાયકલ ઓનરના ફોન પર મેસેજ આવવાની સાથે એલાર્મ એક્ટિવ થઈ જશે.

YouTube પરથી મેળવી કુશળતા
ઘણા લોકો યુટ્યૂબનો ઉપયોગ તેમના મનપસંદ વીડિયો જોવા અથવા મનોરંજન માટે કરતા હોય છે. પરંતુ 19 વર્ષના સમ્રાટે યુટ્યૂબ પરથી નોલેજ મેળવ્યું અને તેનો ઉપ્યોગ કરી જે સાયકલ બનાવી છે તેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખુબ જ થઈ રહી છે. સમ્રાટે આ સાયકલને કંટ્રોલ કરવા માટે એક એપ પણ તૈયાર કરી છે. સમ્રાટનો દાવો છે કે તે તેને દુનિયાના કોઈપણ ખુણેથી નિયંત્રણ કરી શકે છે.

If anyone tries to steal it then I'll get a message on my phone & alarm will be activated. I've developed an app to control this bike. It can be controlled from anywhere in the world, he says pic.twitter.com/aueaLTRtAD

— ANI (@ANI) April 19, 2022

કેવી રીતે આવ્યો આઇડિયા?
જ્યારે તે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેના કાકાની સાયકલ ચોરી થઈ ગઈ હતી. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી કે આખા પરિવારને આ ચોરીથી મોટો ઝટકો લાગ્યો હતો. બસ ત્યારથી સમ્રાટના મનમાં એક વાત ચાલી રહી હતી કે એક એવું ડિવાઈસ બનાવવામાં આવે જેનાથી સાયકલ ચોરી થતી બચાવી શકાય. ત્યારબાદ તેણે આઇટીઆઇ જોઇન કરી આ ડિવાઈસ પર કામ કરવાનું શરૂ કરી દીધું.

e news

દમદાર ફિચર્સ
આ ખાસ ઇ-સાયકલના ફિચર્સ પણ જબરદસ્ત છે. તેમાં જીપીએસ લાગેલું છે. ત્રણ કલાકમાં ચાર્જ થઈ જાય છે. પોતાનું સપનું સાકાર થયા બાદ સમ્રાટનું કહેવું છે કે એક વખત ફુલ ચાર્જ થઈ ગયા પછી 60 કિલોમીટર સુધી તમને અટકવા નહીં દે. આ એન્ટી થેફ્ટ ડિવાઈસની સર્કિટ બનાવવા માટે સમ્રાટે યુટ્યુબ પર ઘણું રિસર્ચ કર્યા બાદ શરૂઆતી સફળતા પ્રાપ્ત કરી હતી. આ માટે તેણે કોડિંગ પણ શીખ્યું પરંતુ પૈસાની તંગી વારંવાર તેની સફળતાને અવરોધી રહી હતી. ત્યારબાદ સમ્રાટે એક મોબાઈલ રિપેરિંગની દુકાનમાં નોકરી કરવાની સાથે પોતાના સપનાને સાકાર કરવા માટે પૈસાની બચત શરૂ કરી. પગારમાંથી બચાવેલા પૈસાનો ઉપયોગ કરી તેને એક સાધારણ સાયકલ ખરીદી અને તેને અસાધારણ એન્ટી-થેફ્ટ ઈ-સાયકલમાં ફેરવી દીધી.

હવે તેની સાયકલને પેટન્ટ કરાવ્યા બાદ સમ્રાટ તેનું મોટા પાયે ઉત્પાદન કરવા માંગે છે. જેથી લોકોને પોસાય તેવી કિંમતે બજારમાં આ શ્રેષ્ઠ સાયકલ મળી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news