8th Pay Commission: સરકારી કર્ચમારીઓ માટે ઝટકા સમાન સમાચાર, તો પછી હવે કયા ફોર્મ્યૂલાથી પગારમાં થશે વધારો?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમાં પગાર પંચની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે કર્મચારીઓ માટે ઝટકા સમાન સમાચાર આવ્યા છે. સરકારે આઠમા પગાર પંચને લાગૂ કરવાની સંભાવનાઓ ફગાવી દીધી છે. તો પછી હવે કેવી રીતે વધશે પગાર?

8th Pay Commission: સરકારી કર્ચમારીઓ માટે ઝટકા સમાન સમાચાર, તો પછી હવે કયા ફોર્મ્યૂલાથી પગારમાં થશે વધારો?

કેન્દ્રીય કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. સરકારે આઠમા પગાર પંચને લાગૂ કરવાની સંભાવનાઓ ફગાવી દીધી છે. જેનો સીધો અર્થ એ થયો કે કર્મચારીઓએ હવે પગાર વધારા માટે આઠમાં પગાર પંચની રાહ જોવાની નહી રહે. સરકાર હવે પગાર અને પેન્શન વધારવા માટે એક નવી પદ્ધતિ પર કામ કરી રહી છે જે હેઠળ કર્મચારીઓનો પગાર નવા ફોર્મ્યૂલાના આધારે વધારવામાં આવશે. જો કે આ માટેની પદ્ધતિ વિશે વધુ જાણકારી સામે આવી નથી. પહેલા કર્મચારીઓને એવી આશા હતી કે આઠમાં પગાર પંચથી તેમના પગારમાં સારો એવો વધારો થશે. 

અસમંજસમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને એવી આશા હતી કે આઠમાં પગાર પંચ દ્વારા તેમના પગારમાં સારો એવો વધારો થશે. પરંતુ સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના સૂત્રોના જણાવ્યાં મુજબ સરકાર આઠમાં પગાર પંચને લાગૂ કરવાની જગ્યાએ નવા ઉપાયને લાગૂ કરવા પર વિચાર કરી રહી છે. હવે આ નવી પદ્ધતિથી કર્મચારીઓના પગાર અને પેન્શનને વધારવામાં આવશે. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક પગાર પંચનો કાર્યકાળ લગભગ 10 વર્ષનો રહ્યો છે. સાતમું પગાર પંચ 2016થી લાગૂ છે. જેનો કાર્યકાળ ડિસેમ્બર 2025માં પૂરો થવાનો છે. આથી કર્મચારીઓ અને તેમના સંગઠન આઠમાં પગાર પંચની માંગણી કરી રહ્યા હતા. પરંતુ સરકારનું કહેવું છે કે જરૂર નથી કે પગાર પંચનો કાર્યકાળ દર વખતે 10 વર્ષનો જ રહે. સરકારના આ નિર્ણયથી હવે કર્મચારીઓમાં અસમંજસ છે. 

કેમ નહીં બને આઠમું પગાર પંચ?
સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર અને પેન્શન માટે નવી સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે. અગાઉ પણ એવા સમાચાર વહેતા થયા હતા કે સરકાર જૂના પગાર પંચની જગ્યાએ કોઈ નવી સિસ્ટમ અપનાવી શકે છે. હવે સૂત્રોનું કહેવું છે કે સરકાર વાસ્તવમાં આ દિશામાં કામ કરી રહી છે. સરકારનું માનવું છે કે આ નવી સિસ્ટમથી કર્મચારીઓ અને પેન્શનર્સનો પગાર સમયાંતરે વધતો રહેશે. પહેલા જે સિસ્ટમ હતી તેમાં કેટલાક વર્ષો બાદ નવું પગાર પંચ બનતું હતું અને પગારમાં ફેરફાર કરાતો હતો. પરંતુ હવે સરકાર એવી સિસ્ટમ પર કામ કરી રહી છે જેમાં પગાર પંચ વગર જ પગારમાં ફેરફાર કરી શકાય. હાલમાં જ નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં સ્પષ્ટ કર્યું હતું કે હાલ આઠમું પગાર પંચ બનાવવાની કોઈ યોજના નથી. 

હવે શું કરશે કેન્દ્રીય કર્મચારીઓ
કેન્દ્ર સરકાર તરફથી એ સ્પષ્ટ કરી દેવાયું છે કે હવે કોઈ નવું પગાર પંચ બનશે નહીં. ત્યારથી સરકારી કર્મચારીઓમાં નારાજગી છે. આ કર્મચારીઓ સરકાર વિરુદ્ધ એકજૂથ થઈ રહ્યા છે. કર્મચારીઓના મોટા સંગઠન, અખિલ ભારતીય રાજ્ય સરકાર કર્મચારી મહાસંઘે પણ એવી ધમકી આપી છે કે જો  તેમની માંગણી માનવામાં નહીં આવે તો તેઓ આગામી વર્ષે દેશભરમાં મોટું આંદોલન કરશે. જો કે હજુ એ કહેવું મુશ્કેલ છે કે આગળ શું થશે. સરકારે એ સ્પષ્ટ કરી દીધુ છે કે તે આઠમું પગાર પંચ બનાવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે કર્મચારી અને સરકાર આ કોકડું કેવી રીતે ઉકેલશે. 

કેબિનેટ સચિવ પાસે માંગણી
કેન્દ્ર કરકારના કર્મચારીઓનું મોટું સંગઠન જેજીએમ, સરકાર પાસે સતત માંગણી કરી રહ્યું છે કે આઠમું પગાર પંચ જેમ બને તેમ જલદી બનાવવામાં આવે. આ સંગઠને હાલમાં જ કેન્દ્રીય કેબિનેટ સચિવને એક પત્ર લખીને માંગણી કરી છે કે એનસી જેજીએમનું કહેવું છે કે ગત પગાર પંચ (સાતમું પગાર પંચ)ની ભલામણો લાગૂ થયે લગભગ 9 વર્ષ થઈ ગયા છે. આટલા લાંબા સમય બાદ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારાની જરૂર છે. આથી તેઓ ઈચ્છે છે કે સરકાર જલદી આઠમું પગાર પંચ બનાવે અને કર્મચારીઓને રાહત આપે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news