કાશ્મીરમાં પાકિસ્તાન કરાવી શકે છે મોટો આતંકવાદી હુમલો, સેના અને એરફોર્સ એલર્ટ પર
સૂત્રો અનુસાર જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને ઘાટીમાં સ્થિતિ બગાડવા માટે પાકિસ્તાન અને તેના ટુકડા પર ઉછરી રહેલા આતંકવાદી જૂથો મોટા સ્તરે ગરબડ ફેલાવે તેવી આશંકા છે
Trending Photos
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત બનાવવાના તથા કલમ-370 નાબુદ થયા પછી પાકિસ્તાન રઘવાયું બનેલું છે. તે સતત ભારત સામે આતંકી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપતું રહે છે. તાજેતરમાં જ ગુપ્ત સુત્રો પાસેથી મળેલા અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીરમાં હાજર સેના અને વાયુસેનાને હાઈ એલર્ટ પર રહેવા સુચના અપાઈ છે.
સૂત્રો અનુસાર જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને ઘાટીમાં સ્થિતિ બગાડવા માટે પાકિસ્તાન અને તેના ટુકડા પર ઉછરી રહેલા આતંકવાદી જૂથો મોટા સ્તરે ગરબડ ફેલાવે તેવી આશંકા છે. આથી તમામ સુરક્ષા દળોને એલર્ટ રહેવા જણાવાયું છે.
ઝડપથી સ્થિતિ થશે સામાન્ય
જમ્મુ-કાશ્મીરના તંત્રને હવે આશા છે ટૂંક સમયમાં જ ઘાટીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. શુક્રવાર રાતથી રાજ્યમાંથી તબક્કાવાર જુદા-જુદા પ્રતિબંધો ઉઠાવાની શરૂઆત કરવામાં આવશે. રાજ્યના મુખ્ય સચિવ બી.વી.આર. સુબ્રમણ્યમે શુક્રવારે મીડિયાને જણાવ્યું કે, કાશ્મીરની ઘાટીમાં એક અઠવાડિયા પછી શાળાઓ શરૂ થઈ જશે, જ્યારે તમામ સરકારી ઓફિસોમાં શુક્રવારથી કામકાજ શરૂ થઈ ચુક્યું છે.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે