અયોધ્યા કેસ: 5 દિવસ સુનાવણી પર મુસ્લિમ પક્ષકારે જતાવી આપત્તિ, કહ્યું- 'હેરાન કરાઈ રહ્યા છે'

અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડે સપ્તાહમાં 5 દિવસ સુનાવણી કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી છે. મુસ્લિમ પક્ષકારો તરફથી વકીલ રાજીવ ધવને વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે પાંચેય દિવસ કોર્ટ સમક્ષ આ મામલે ઉપસ્થિત થઈ શકુ તે મારા માટે શક્ય નહીં બને. આ પહેલી અપીલ છે અને સુનાવણી આ પ્રકારે ઉતાવળે થઈ શકે નહીં. આ પ્રકારે મને પરેશાન કરવામાં આવી રહ્યો છે. 
અયોધ્યા કેસ: 5 દિવસ સુનાવણી પર મુસ્લિમ પક્ષકારે જતાવી આપત્તિ, કહ્યું- 'હેરાન કરાઈ રહ્યા છે'

નવી દિલ્હી: અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડે સપ્તાહમાં 5 દિવસ સુનાવણી કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી છે. મુસ્લિમ પક્ષકારો તરફથી વકીલ રાજીવ ધવને વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે પાંચેય દિવસ કોર્ટ સમક્ષ આ મામલે ઉપસ્થિત થઈ શકુ તે મારા માટે શક્ય નહીં બને. આ પહેલી અપીલ છે અને સુનાવણી આ પ્રકારે ઉતાવળે થઈ શકે નહીં. આ પ્રકારે મને પરેશાન કરવામાં આવી રહ્યો છે. 

રાજીવ ધવને કહ્યું કે અમારે દસ્તાવેજો ઉર્દૂમાંથી અંગ્રેજીમાં કરવાના છે અને આખો દિવસ દલીલો કર્યા બાદ તે કરવું શક્ય નથી. જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અમે તમારી દલીલો અને આપત્તિઓને સાંભળી છે. અમે તેના પર વિચાર કરીશું અને જલદી તેના પર જવાબ આપીશું. 

પરંપરા તોડીને પાંચ દિવસ સુનાવણી કરવાનો સુપ્રીમનો નિર્ણય
આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે બંધારણીય બેન્ચ કોઈ કેસની સપ્તાહમાં પાંચેય દિવસ સુનાવણી કરશે. પરંપરા મુજબ બંધારણીય બેન્ચ સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, બુધવાર, ગુરુવાર સુનાવણી હાથ ધરે છે. જો કે હવે સુપ્રીમ કોર્ટે આ કેસની દરેક વર્કિંગ ડે પર સુનાવણી કરવાનું કહ્યું છે. 

જુઓ LIVE TV

કોર્ટનું માનવું છે કે તેનાથી બંને પક્ષોના વકીલોને પોતાની દલીલો રજુ કરવાનો સમય મળશે અને જલદી તેના પર ચુકાદો આવી શકશે. ગુરુવારે આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, ડીવાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ, અને એસ.અબ્દુલ નઝીરની બેન્ચે વકીલોને ત્યારે એકદમ સ્તબ્ધ કરી દીધા જ્યારે તેમણે કહ્યું કે તેઓ આ કેસની રોજેરોજ સુનાવણી હાથ ધરશે. 

અત્યાર સુધી બંધારણીય બેન્ચ મહત્વપૂર્ણ મામલાની સુનાવણી મંગળવાર, બુધવાર અને ગુરુવારે કરતી આવી છે. આ ઉપરાંત સોમવાર અને શુક્રવારના રોજ નવા કેસો માટે સુરક્ષિત રાખવામાં આવતા હતાં. પરંપરાથી હટીને સપ્તાહમાં 5 દિવસ સુનાવણીથી સ્પષ્ટ છે કે બંધારણીય બેન્ચ આ મામલાને પ્રાથમિકતા આપી રહી છે. જજોએ નિર્ણય કર્યો છેકે તેમણે આ કેસ પર ફોકસ રાખવું જોઈએ જેનો રેકોર્ડ 20,000 પન્નાઓમાં નોંધાયેલો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news