PAK ફેસ્ટમાં થરૂરના નિવેદન પર બબાલ, ભાજપે કહ્યું- શું પાકમાં ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા છે રાહુલ?


સંબિત પાત્રાએ કહ્યુ કે,  શશિ થરૂર તબલિગી જમાતને લઈને સરકાર પર કટ્ટરતા અને પક્ષપાત કરવાની વાત પાકિસ્તાનમાં જઈને બોલી રહ્યા હતા. શું સોનિયા, રાહુલ પ્રિયંકાએ ક્યારેય પાકિસ્તાનના પોતાના અલ્પસંખ્યકો પર કંઈ બોલ્યુ?

PAK ફેસ્ટમાં થરૂરના નિવેદન પર બબાલ, ભાજપે કહ્યું- શું પાકમાં ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા છે રાહુલ?

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પાકિસ્તાન મંચ પર આપેલા વિવાદિત નિવેદન બાદ ભાજપ આક્રમક થઈ ગયું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે શશિ થરૂરે લાહોર લિટ ફેસ્ટમાં જે બોલ્યુ, તે બધાએ સાંભળવ્યુ, પરંતુ તેના પર વિશ્વાસ થઈ રહ્યો નથી. 

રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં સંબિત પાત્રાએ કહ્યુ કે, કોંગ્રેસે ભારતની મજાક બનાવી અને ખરાબ નજરથી દેખાડવાનો પ્રયાસ કર્યો છે. શશિ થરૂર તબલિગી જમાતને લઈને સરકાર પર કટ્ટરતા અને પક્ષપાત કરવાની વાત પાકિસ્તાનમાં જઈને બોલી રહ્યા હતા. શું સોનિયા, રાહુલ પ્રિયંકાએ ક્યારેય પાકિસ્તાનના પોતાના અલ્પસંખ્યકો પર કંઈ બોલ્યુ? શું કોંગ્રેસ પાકિસ્તાનમાં ચૂંટણી લડવા ઈચ્છે છે?

ભાજપના નેતાએ કહ્યુ કે, શશિ થરૂર શું ઈચ્છે છે કે પાકિસ્તાન હવે રાહુલ ગાંધીને ક્રેડિટ આપે? કટાક્ષ ભર્યા શબ્દોમાં પાત્રાએ કહ્યુ કે, થરૂર ચિંતા ન કરે, રાહુલ ગાંધી આમ પણ પાકિસ્તાન અને ચીનમાં હીરો બની ચુક્યા છે. 

'મારે મોદીજીનું સન્માન કેમ ન કરવું જોઈએ? PM મોદી આલોચના કરે તો પણ સ્વાગત છે'

સંબિત પાત્રાએ કહ્યુ કે, કોવિડને લઈને વિશ્વ જોઈ રહ્યું છે કે હિન્દુસ્તાનને પીએમ મોદીએ કઈ રીતે સુરક્ષિત રાખ્યુ, સમયથી લૉકડાઉન થયું, ક્યા પ્રકારે 80 કરોડ લોકોને ભોજન સામગ્રી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું અને આગળ પણ છઠ્ઠ પૂજા સુધી ચાલતું રહેશે. તો થરૂર કહે છે કે રાજકીય દ્રષ્ટિકોણથી જે રીતે કોવિડને લઈને આઘાત હોવો જોઈએ, તે થઈ રહ્યો નથી. આ ક્યા પ્રકારની મનોસ્થિતિ છે?

સંબિત પાત્રાએ કહ્યુ કે, નોર્થ ઈસ્ટને લઈને તે કહેવું કે ત્યાંની સ્થિતિ સારી નથી. તે શું છે? હિન્દુસ્તાનના મુસલમાનો વિરુદ્ધ સરકાર કટ્ટરતા અને પક્ષપાત દેખાડી રહી છે. આ રાહુલ ગાંધીના દોસ્ત શશિ થરૂરે કઈ રીતે કહ્યું? ખાસ કરીને ત્યારે જ્યારે પાકિસ્તાનમાં હિન્દુ અને શીખોની સાથે શું થઈ રહ્યું છે, તે બધા જોઈ રહ્યાં છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news