Viral Video: Arvind Kejriwal એ કૃષિ કાયદાને સમર્થન આપ્યું? જાણો શું છે મામલો
કૃષિ કાયદા ( Farm Laws) વિરુદ્ધ 2 મહિનાથી વધુ સમયથી ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)નો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કૃષિ કાયદા અંગે વાત કરી રહ્યા હતા અને તેના ફાયદા ગણાવી રહ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: કૃષિ કાયદા ( Farm Laws) વિરુદ્ધ 2 મહિનાથી વધુ સમયથી ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)નો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કૃષિ કાયદા અંગે વાત કરી રહ્યા હતા અને તેના ફાયદા ગણાવી રહ્યા હતા. હવે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) એ આ વાયરલ થયેલા વીડિયોની સચ્ચાઈ જણાવી છે.
ભાજપને લઈને દુ:ખી છું- મનીષ સિસોદિયા
દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) એ કહ્યું કે ગઈ કાલે ભાજપ (BJP) અને તેના પ્રવક્તાએ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) દ્વારા કૃષિ કાયદાનો લાભ ગણાવતો એક વીડિયો પોસ્ટ કર્યો. હું તેને લઈને ગુસ્સામાં હતો. પરંતુ ભાજપને લઈને દુખી પણ છું કે તેમણે કૃષિ કાયદા (Farm Laws)ની વિશ્વસનિયતા સ્થાપિત કરવા માટે અરવિંદ કેજરીવાલની વીડિયો ક્લિપ શેર કરવી પડી.
સંબિત પાત્રાએ કર્યો હતો શેર
અત્રે જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ શનિવારે ટ્વિટર પર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) નો એક વીડિયો શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે 'સરજી, ત્રણેય કૃષિ બિલોના લાભ ગણાવતા...'.
तीनो farm bills के लाभ गिनाते हुए ...Sir जी: pic.twitter.com/nBu1u7gkS7
— Sambit Patra (@sambitswaraj) January 30, 2021
કાયદાને રદ કરવાની માગણી પર અડી ગયા છે ખેડૂતો
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન છેલ્લા 67 દિવસથી ચાલુ છે અને ખેડૂતો સતત ત્રણ કાયદા રદ કરવાની માગણી પર અડી ગયા છે. ખેડૂતોની માગણી છે કે MSP માટે કાનૂની ગેરંટી આપવામાં આવે અને ત્રણેય નવા કૃષિ કાયદા રદ કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે