Black Water: 2 ઘૂંટડા કાળા પાણી માટે તરસે છે મોટી મોટી હસ્તીઓ!, જાણો તેના ફાયદા
Black Water: કાળું પાણી એટલે કે બ્લેક વોટર...આજકાલ મોટી મોટી હસ્તીઓમાં આ કાળા પાણીનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી, અનુશ્કા શર્માથી લઈને મલાઈકા અરોડા, ઉર્વશી રૌતેલા જેવા અનેક સેલેબ્રિટીઓના હાથમાં આ કાળા પાણીની બોટલ તમને જોવા મળતી હશે. આ જે પાણી છે તેમાં એવા અનેક ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
Trending Photos
Black Water: કાળું પાણી એટલે કે બ્લેક વોટર...આજકાલ મોટી મોટી હસ્તીઓમાં આ કાળા પાણીનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી, અનુશ્કા શર્માથી લઈને મલાઈકા અરોડા, ઉર્વશી રૌતેલા જેવા અનેક સેલેબ્રિટીઓના હાથમાં આ કાળા પાણીની બોટલ તમને જોવા મળતી હશે. આ જે પાણી છે તેમાં એવા અનેક ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
અસલમાં આ બ્લેક વોટરને જ આલ્કલાઈન વોટર પણ કહેવાય છે. આવો જાણીએ કે આખરે આ બ્લેક વોટર શું છે અને તેના બે ઘૂંટડા પાણી શરીરમાં જવાથી શું શું ફાયદા થાય છે. આ સાથે જ તેના સ્વાદ વિશે પણ અમે તમને જણાવીશું.
શું હોય છે આ બ્લેક વોટર
બ્લેક એટલે કે આલ્કલાઈન વોટરમાં સામાન્ય પાણી કરતા ઘણા મિનરલ્સ હોય છે. અસલમાં આ પાણીનું પીએચ લેવલ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. કોઈ પણ ખાવાનું કે પીવાની વસ્તુનું પીએચ સ્તર એ વાત પર નિર્ભર હોય છે કે તે કેટલું આલ્કલાઈન (ક્ષારયુક્ત) હોય છે. બ્લેક વોટરની વાત કરીએ તો તેનું પીએચ લેવલ હંમેશા 8ની ઉપર હોય છે. જ્યારે સામાન્ય પાણીનું પીએચ લેવલ 6થી 7 વચ્ચે હોય છે. સામાન્ય પાણી કરતા વધુ મિનરલ્સ આલ્કલાઈન વોટરમાં મળી આવે છે. તેમાં લગભગ 70થી વધુ નેચરલ મિનરલ્સ હોય છે.
બ્લેક વોટરનો સ્વાદ કેવો હોય છે?
બ્લેક વોટરનો સ્વાદ બિલકુલ પાણી જેવો જ હોય છે. બસ તેનો રંગ કાળો હોય છે. આલ્કલાઈન હોવાના કારણે તેનો રંગ જ ફક્ત કાળો હોય છે.
આ પાણીના ફાયદા
બ્લેક વોટરમાં રહેલા ન્યૂટ્રિશન્સ ડાયાબિટિસ, હાઈ બીપી જેવી બીમારીઓ સામે લડવામાં પણ ફાયદાકારક હોય છે. રોગ પ્રતિકારક શક્તિની સાથે સાથે સ્કિન માટે પણ આ પાણી ખુબ ફાયદાકારક હોય છે. તેમાં રહેલું પીએચ વેલ્યૂ શરીરમાં એસિડિટીને બેલેન્સ કરવાનું કામ કરે છે. અનેક લોકો તેને એનર્જી ડ્રિંક કે ફિટનેસ ડ્રિંક તરીકે પણ ઉપયોગમાં લે છે. આથી તેનું સેવન વર્કઆઉટ કે જિમ બાદ પણ કરાય છે. બ્લેક વોટરનું સેવન કર્યા બાદ શરીરમાં એનર્જી વધી જાય છે. આથી તેને ફિટનેસ જર્નીનો ભાગ ગણવામાં આવી રહ્યો છે. જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ, એસિડિટી કે કબજિયાત હોય તો તમારે પણ આલ્કલાઈન વોટરનું સેવન કરવું જોઈએ. આલ્કલાઈન વોટરનું સેવન કરવાથી શરીર ડાઈડ્રેટ તો રહે જ છે પરંતુ સાથે સાથે બોડી પણ ડિટોક્સ થાય છે. \
આલ્કલાઈન વોટરની આડઅસર
અનેક લોકો એવું માને છે કે તેમાં ખનિજનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે તે શરીરને નુકસાન પહોંચાડે છે. જો તમે વધુ પ્રમાણમાં આલ્કલાઈન વોટર પીવા લાગો તો તમારા હાથ કે પગમાં ઝણઝણાહટની ફરિયાદ થવા લાગે છે. કેટલાક લોકોને ઉલ્ટી પણ થઈ શકે છે. કેટલાક લોકોને ત્વચામાં બળતરા કે પેટ સંલગ્ન ફરિયાદ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે આ પાણી 500 રૂપિયા લીટરથી વધુ કિંમતે વેચાતું જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે