મહિલા આયોગના અધ્યક્ષે સ્પા માટે કર્યો મેસેજ, અને મળ્યા 150 કોલગર્લ્સના 'રેટ લિસ્ટ', કિસ્સો જાણીને છક થશો
સોશિયલ મીડિયા પણ કમાલની જગ્યા છે. જ્યાં એકબાજુ તે લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે ત્યાં બીજી બાજુ તે ગેરકાયદેસર ધંધાને સરળતાથી કરવા માટેની જગ્યા પણ બનતી જાય છે. જેનો પુરાવો દિલ્હી રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલ સાથે થયેલી ઘટનામાં જોવા મળ્યો.
Trending Photos
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પણ કમાલની જગ્યા છે. જ્યાં એકબાજુ તે લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે ત્યાં બીજી બાજુ તે ગેરકાયદેસર ધંધાને સરળતાથી કરવા માટેની જગ્યા પણ બનતી જાય છે. જેનો પુરાવો દિલ્હી રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલ સાથે થયેલી ઘટનામાં જોવા મળ્યો. તેમની સાથે ઘટેલી આ ઘટના ફક્ત એક ખરાબ સપનું જ નહીં પરંતુ એ વિચારવા માટે પણ મજબૂર કરે છે કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ.
વાત જાણે એમ છે કે સ્વાતિ માલિવાલે જસ્ટ ડાયલ પર સ્પા મસાજ માટે જાણકારી લેવા માંગી હતી. ત્યારબાદ તેમને 150થી વધુ કોલગર્લ્સના રેટ બતાવવામાં આવ્યા.
સ્વાતિ માલિવાલની ટ્વીટ
આ ઘટનાની જાણકારી સ્વાતિ માલિવાલે પોતે ટ્વીટ કરીને આપી. સ્વાતિ માલિવાલે ટ્વીટ કરીને કહ્યું કે અમે Justdial પર કોલ કરીને સ્પા મસાજ માટે ફેક ઈન્ક્વાયરી કરી તો અમારા પર 50 એવા મેસેજ આવ્યા કે જેમાં 150થી વધુ છોકરીઓના રેટ બતાવવામાં આવ્યા. જસ્ટ ડાયલ અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચને સમન પાઠવી રહી છું. આ ધંધાને વધારવામાં Justdial નો શો રોલ છે?
हमने Justdial पर कॉल कर स्पा मसाज के लिए फेक इंक्वाइरी की तो हमारे फोन पर 50 ऐसे मेसेज आ गए जिसमें 150 से ज़्यादा लड़कियों के ‘रेट’ बताए गए। जस्ट डायल और दिल्ली पुलिस क्राइम ब्रांच को को समन जारी कर रही हूं, इस धंधे को बढ़ावा देने में Just Dial का क्या रोल है? pic.twitter.com/zGEHHjKEXJ
— Swati Maliwal (@SwatiJaiHind) November 8, 2021
Justdial અને દિલ્હી પોલીસને સમન
દિલ્હી રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે કહ્યું કે આ મામલાની તપાસ દિલ્હી પોલીસે જ કરવાની છે આથી નોટિસ મોકલી છે. આ મામલે જસ્ટ ડાયલ પોતે એક પાર્ટી છે. જે પણ કાર્યવાહી શક્ય હશે તે હું કરીશ. દોષિતોને સજા જરૂર મળવી જોઈએ. તેમને સહન કરવામાં આવશે નહીં.
એવા અહેવાલ છે કે દિલ્હીમાં સ્પા અને મસાજ સેન્ટરના નામે અનેક જગ્યાએ આવા ગેરકાયદેસર ધંધા ચાલે છે. પોલીસ સમયાંતરે આવી જગ્યાઓ પર દરોડા પાડીને કાર્યવાહી પણ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે