ગોળી પેટને ર્સ્પશીને નિકળી ગઇ, Chandrashekhar Azad હોસ્પિટલમાં દાખલ

Breaking news: ગોળી તેમના પેટને સ્પર્શીને બહાર નીકળી હતી. ફાયરિંગમાં કારના કાચ પણ તૂટી ગયા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને બદમાશોની ધરપકડ કરવાનું શરૂ કર્યું.

ગોળી પેટને ર્સ્પશીને નિકળી ગઇ, Chandrashekhar Azad હોસ્પિટલમાં દાખલ

Chandrashekhar Azad: સહારનપુરના દેવબંદ વિસ્તારમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર જીવલેણ હુમલો થયો છે. હરિયાણા નંબરની કારમાંથી આવેલા હુમલાખોરોએ ચંદ્રશેખર પર ફાયરિંગ કર્યું છે. ગોળી તેમના પેટને સ્પર્શીને બહાર નીકળી હતી. ફાયરિંગમાં કારના કાચ પણ તૂટી ગયા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને બદમાશોની ધરપકડ કરવાનું શરૂ કર્યું.

— ANI (@ANI) June 28, 2023

SSP Dr Vipin Tada says, "Half an hour back, the convoy of Chandra Shekhar Aazad was fired at by a few car-borne armed… pic.twitter.com/RUoh15yYWY

— ANI (@ANI) June 28, 2023

આઝાદ સમાજ પાર્ટીએ Tweet કરીને લખ્યું – દેવબંદ, સહારનપુરમાં ભીમ આર્મી ચીફ અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ ચંદ્રશેખર આઝાદ પર ખૂની હુમલો એ બહુજન મિશન આંદોલનને રોકવાનું કાયરતાપૂર્ણ કૃત્ય છે! આરોપીઓની તાત્કાલિક ધરપકડ, કડક કાર્યવાહી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ ચંદ્રશેખર આઝાદની સુરક્ષાની માગ કરીએ છીએ!

પોલીસે શું કહ્યું?
એસએસપી ડૉ. વિપિન ટાડાએ કહ્યું કે ચંદ્રશેખર આઝાદના કાફલા પર કારમાં સવાર સશસ્ત્ર બદમાશોએ હુમલો કર્યો હતો. એક ગોળી તેની કમરને સ્પર્શીને નીકળી ગઈ છે. તેએ સ્વસ્થ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ચંદ્રશેખર ભીમ આર્મીના સહ-સ્થાપક અને પ્રમુખ છે. તેઓ આંબેડકરવાદી કાર્યકર અને વકીલ છે. આઝાદ, સતીશ કુમાર અને વિનય રતન સિંહે 2014માં ભીમ આર્મીની સ્થાપના કરી હતી. આ સંસ્થા શિક્ષણ દ્વારા ભારતમાં દલિત હિંદુઓની મુક્તિ માટે કામ કરે છે. તે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં દલિતો માટે મફત શાળાઓ ચલાવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news