Chardham Yatra 2019: ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, આજથી ચારધામ યાત્રા શરૂ

ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલયી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ આજે અક્ષય તૃતિયાના પાવન પર્વ પર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં. આ સાથે જ આ વર્ષની ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ. ગઢવાલ હિમાલના ચારધામના નામથી પ્રસિદ્ધ બે અન્ય ધામો, કેદારનાથના કપાટ 9મી મેના રોજ જ્યારે બદરીનાથના કપાટ 10મી મેના રોજ ખુલશે. વિધિવત હવન, પૂજા-અર્ચના, વૈદિક મંત્રોચ્ચારણ તથા ધાર્મિક રીતિ રિવાજો સાથે માતા ગંગાના ધામ ગંગોત્રીના કપાટ સવારે 11.30 વાગે ખોલી દેવાયા હતાં. 

Chardham Yatra 2019: ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, આજથી ચારધામ યાત્રા શરૂ

ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલયી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ આજે અક્ષય તૃતિયાના પાવન પર્વ પર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં. આ સાથે જ આ વર્ષની ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ. ગઢવાલ હિમાલના ચારધામના નામથી પ્રસિદ્ધ બે અન્ય ધામો, કેદારનાથના કપાટ 9મી મેના રોજ જ્યારે બદરીનાથના કપાટ 10મી મેના રોજ ખુલશે. વિધિવત હવન, પૂજા-અર્ચના, વૈદિક મંત્રોચ્ચારણ તથા ધાર્મિક રીતિ રિવાજો સાથે માતા ગંગાના ધામ ગંગોત્રીના કપાટ સવારે 11.30 વાગે ખોલી દેવાયા હતાં. 

કપાટ ખુલવાના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં હાજર હતાં જેમણે માતા ગંગાનો જય જયકાર કર્યો. આ અવસરે ગઢવાલના કમિશનર ડોક્ટર બીવીઆરસી પુરુષોત્તમ સહિત વરિષ્ઠ પ્રશાસનિક અને ધાર્મિક અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ બાજુ યમુનાને સમર્પિત યમુનોત્રી ધામના કપાટ પણ બપોર બાદ સવા વાગે શ્રદ્ધાળુઓ માટે ખોલી નાખવામાં આવ્યાં. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ યમુનોત્રીની નજીક બર્નીગાડ પહોંચ્યા જ્યાં તેમણે યમુનામાં સ્નાન કર્યું.  આ અગાઉ યમુનાના શિયાળુ પ્રવાસ સ્થળ ખરસાલીથી માતા યમુનાની ભવ્ય રીતે સજાવેલી ડોલી યમુનોત્રી માટે રવાના થઈ. રવાના થતા અગાઉ સ્થાનિક લોકોએ પરંપરાગત લોકનૃત્ય કર્યું. 

જુઓ LIVE TV

દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં શરૂ થતી ચારધામ યાત્રાના શરૂ થવા માટે સ્થાનિક જનતાને પણ ઈન્તેજાર હોય છે. છ માસ સુધી ચાલતી આ યાત્રા દરમિયાન દેશ વિદેશથી આવનારા લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકો જનતાના રોજગાર અને આજીવિકાનું સાધન છે તથા આ માટે ચાર ધામ યાત્રાને ગઢવાલ હિમાલયના આર્થિક સ્થિતિની કરોડરજ્જુ ગણવામાં આવે છે. શિયાળામાં ચાર ધામમાં ભારે બરફવર્ષા અને ભીષણ ઠંડી હોવાના કારણે તેમના કપાટ દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં શ્રદ્ધાળુઓ માટે બંધ કરી નાખવામાં આવે છે જે આગામી વર્ષે ફરીથી એપ્રિલ-મે મહિનામાં ખોલી નાખવામાં આવે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news