પંજાબના સીએમ ભગવંત માનનો મોટો નિર્ણય, ધારાસભ્યોના પેન્શન ફોર્મ્યૂલામાં થશે ફેરફાર

Changes In Punjab MLA's Pension Formula: સીએમ ભગવંત માનનું માનવું છે કે, ધારાસભ્યના પેન્શનમાંથી જે પૈસા બચશે તેને જનતાની ભલાઈ માટે વાપરવામાં આવશે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે, પંજાબની નાણાકીય હાલત ખરાબ છે.
 

પંજાબના સીએમ ભગવંત માનનો મોટો નિર્ણય, ધારાસભ્યોના પેન્શન ફોર્મ્યૂલામાં થશે ફેરફાર

ચંડીગઢ: પંજાબના ધારાસભ્યોના પેન્શનને લઇને સીએમ ભગવંત માને મોટો નિર્ણય લીધો છે. સીએમ ભગવંત માને આદેશ આપ્યા છે કે, ધારાસભ્યોના પેન્શન ફોર્મ્યૂલામાં ફેરફાર કરવામાં આવે. ધારાસભ્યને માત્ર એકવાર જ પેન્શન મળશે. આ પહેલા જે જેટલી વખત ધારાસભ્ય બનતા હતા તેમના પેન્શનમાં એટલી રકમ જમા થતી હતી.

ધારાસભ્યના પેન્શનમાં આ થશે ફેરફાર
સીએમ ભગવંત માનને કહ્યું છે કે, જનતાના પૈસાનો યોગ્ય ઉપયોગ થશે. ધારાસભ્યોને હવે માત્ર એકવાર પેન્શન મળશે. પહેલા જેટલી વાર ધારાસભ્ય બનતા હતા પેન્શનની રકમ એટલી વખત જમા થતી હતી.

પંજાબમાં આપને મળી પ્રચંડ જીત
તમને જણાવી દઈએ કે, સીએમ બન્યા બાદ ભગવંત માન કેટલાક મોટા નિર્ણય લઈ ચૂક્યા છે. આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મળી છે. આપે પંજાબમાં 117 માંથી 92 વિધાનસભા સીટ જીતી છે.

સ્પેશિયલ પેકેજની માંગ કરી ચૂક્યા છે ભગવંત માન
ઉલ્લેખનીય છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી રાજ્યની ખરાબ નાણાકીય સ્થિતિ માટે આગામી બે વર્ષ માટે એક લાખ કરોડ રૂપિયાના સ્પેશિયલ પેકેજની માંગ કરી હતી.

સીએમ ભગવંત માને પંજાબની ખરાબ હાલત માટે અગાઉની સરકારો પર નિશાન સાધતા કહ્યું કે આજે તેમના કારણે પંજાબની આટલી ખરાબ સ્થિતિ છે, જેને ક્યારે દેશનો નંગ માનવામાં આવતો હતો. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ તેમને ચૂંટણી જીતવા અને મુખ્યમંત્રી બનવાની શુભેચ્છાઓ પાઠવી અને આશ્વાસન પણ આપ્યું છે કે, મળીને દેશને આગળ વધારવાનો છે. પંજાબનો વિકાસ કરવાનો છે. ભગવંત માને દાવો કર્યો છે કે, પંજાબને ફરી દેશનું નંબર વન રાજ્ય બનાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news