PM મોદીને ટારગેટ કરવાની લ્હાયમાં કોંગ્રેસના 'મુખપત્ર'માં આ શું લખાઈ ગયું?

તમામ રાજકીય પક્ષોના પોત પોતાના મુખપત્ર છે અને આ મુખપત્રો દ્વારા પાર્ટીઓ પોતાના પક્ષ રજુ કરે છે અને પોતાની ઉપલબ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.

PM મોદીને ટારગેટ કરવાની લ્હાયમાં કોંગ્રેસના 'મુખપત્ર'માં આ શું લખાઈ ગયું?

નવી દિલ્હી: તમામ રાજકીય પક્ષોના પોત પોતાના મુખપત્ર છે અને આ મુખપત્રો દ્વારા પાર્ટીઓ પોતાના પક્ષ રજુ કરે છે અને પોતાની ઉપલબ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે. એટલે કે મુખપત્ર કોઈ પક્ષની પ્રતિષ્ઠા વધારવાનું કામ કરે છે પરંતુ કોંગ્રેસ માટે તેના મુખપત્રમાં છપાયેલો એક લેખ જ મોટી સમસ્યા બની ગયો. આ લેખ પ્રકાશિત થતા જ વિરોધીઓ કોંગ્રેસને ઘેરી રહ્યાં છે. 

વાત જાણે એમ છે કે કોંગ્રેસનું મુખપત્ર કહેવાતા નેશનલ હેરાલ્ડ અખબારમાં એક લેખ પ્રકાશિત થયો છે. આ લેખમાં રાફેલ ડીલનો ઉલ્લેખ કરાયો છે. લેખનું શિર્ષક છે RAFALE: MODI'S BOFORS (કૌભાંડ) આ લેખ પ્રકાશિત થતા જ ભાજપે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધુ છે. ભાજપનું કહેવું છે કે રાફેલના બહાને પણ કોંગ્રેસે એ તો સ્વીકાર્યુ કે બોફોર્સ ડીલમાં કૌભાંડ થયું છે. 

સોશિયલ મીડિયામાં આ લેખને લઈને કોંગ્રેસ પર કટાક્ષ થઈ રહ્યાં છે. જો કે બોફોર્સનો ઉલ્લેખ ફક્ત શિર્ષકમાં જ અપાયો છે. કોંગ્રેસ રાફેલ ડીલમાં ભાવને લઈને મોદી સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે રાફેલ ડીલમાં ભાજપે મોટું કૌભાંડ કર્યું છે અને તેમાં કેટલાક બિઝનેસમેનને ફાયદો પહોંચાડવા માટે કોંગ્રેસ સરકારમાં થયેલી ડીલમાં નક્કી કિંમતોથી વધુ કિંમતો પર રાફેલ ડીલ કોંગ્રેસ સરકારમાં થયેલી ડીલમાં નક્કી કિંમતોથી વધુ કિંમત પર રાફેલ ડીલ કરવામાં આવી છે. 

જો કે કોંગ્રેસના દામન પર બોફોર્સ તોપ ડીલ છે જેને લઈને કોંગ્રેસની દાનત પર સવાલ ઉઠતા રહે છે. અખબારે હેડલાઈનમાં લખ્યું છે કે રાફેલ મોદી માટે બોફોર્સ છે. એટલે કે કોંગ્રેસ માને છે કે બોફોર્સ ડીલમાં કૌભાંડ થયું છે. 

સંસદના ચોમાસુ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલનો મુદ્દો ઉઠાવતા રક્ષામંત્રીને પણ ઘેર્યા હતાં. તેમણે કહ્યું હતું કે આ મામલે રક્ષામંત્રી ખોટું બોલી રહ્યાં છે. પલટવાર કરતા રક્ષામંત્રીએ કહ્યું કે રાફેલની તુલના બોફોર્સ સાથે ન કરવી જોઈએ. 

Congress

નેશનલ હેરાલ્ડના લેખ પર ખુદ કોંગ્રેસના નેતાઓએ પાર્ટી પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના શહજાદ પૂનાવાલાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી લખ્યું કે પીએમ મોદી પર હુમલો કરવા માટે તેમણે તમામ ચાવાળા અને ગરીબો પર પ્રહારો કર્યાં. મોદી પર હુમલો કરવા માટે તેમણે સેના અને ભારત પર હુમલો કર્યો અને આજે નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે તેમણે પોતાના દેવતા, ગાંદી રાજવંશ ઉપર પણ હુમલો કર્યો. નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે તેઓ પોતાના હોશ પણ ગુમાવી શકે છે. 

કાર્ટુનિસ્ટ એએસ પાર્થસારથી આ મુદ્દે એક કાર્ટુન પણ જારી કરતા લખ્યું કે કોંગ્રેસના ફિદાયીન પોતાને આંખથી ગોળી મારે.

— AS Parthasarathy (@sarathy_as) July 31, 2018

બોફોર્સ કાંડ
કહેવાય છે કે સ્વીડનની હથિયાર કંપની બોફોર્સે ભારતમાં તોપ સપ્લાય કરવા માટેની ડીલમાં 80 લાખ ડોલર દલાલી તરીકે ભારતીય નેતાઓ અને અધિકારીઓને આપ્યા હતાં. સ્વીડન રેડિયોએ 1987માં આ કૌભાંડનો ખુલાસો કર્યો હતો. તે સમયે કોંગ્રેસની સરકાર હતી. રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતાં. 

એવો આરોપ હતો કે રાજીવ ગાંધી પરિવારની નજીકના ગણાતા ઈટાલિયન વ્યાપારી ઓત્તાવિયો ક્વોત્રોચીએ આ મામલે વચેટિયાની ભૂમિકા અદા કરી હતી અને તેના બદલે તેને દલાલીની મોટી રકમ મળી હતી. 400 બોફોર્સ તોપોની ખરીદીની ડીલ 1.3 અબજ ડોલરની હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news