EWS Reservation: કોંગ્રેસે સુપ્રીમના નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- આ પ્રક્રિયા અમારી સરકારે શરૂ કરી હતી
EWS Quota Case: કોંગ્રેસે કહ્યું કે આ અનામત મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રક્રિયાનું પરિણામ છે.
Trending Photos
નવી દિલ્હીઃ Congress On EWS Reservation: આર્થિક રૂપથી નબળા વર્ગને (EWS) અપાતી અનામતને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. સોમવાર (7 નવેમ્બર) એ સુપ્રીમ કોર્ટે એડમિશન અને સરકારી નોકરીઓમાં EWS માટે 10 ટકા અનામતની જોગવાઈ કરનારા 103માં બંધારણીય સંશોધનના પક્ષમાં ચુકાદો આપ્યો. સર્વોચ્ચ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, EWS અનામત બંધારણના પાયાના માળખાનું ઉલ્લંઘન કરતું નથી. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યુ કે EWS શ્રેણી માટે 10 ટકા કોટા યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કોંગ્રેસ પાર્ટી સ્વાગત કરે છે. આ યાત્રામાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા નિભાવી છે. આ અનામત મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રક્રિયાનું પરિણામ છે.
જાતિ આધારિત વસ્તી ગણતરી પર સરકારને પૂછ્યો સવાલ
જયરામ રમેશે કહ્યુ કે નરેન્દ્ર મોદી સરકારે તે પણ સ્પષ્ટ કરવું જોઈએ કે જાતિ આધારિત વસ્તી ગણતરી પર તેમનું શું વલણ છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે તેનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે સામાજિક આર્થિક અને જાતિ જનગણનાને 2012 સુધી પૂરી કરી લેવામાં આવી હતી. તે સમયે હું ગ્રામીણ વિકાસ મંત્રી હતો. મોદી સરકારે સ્પષ્ટ કરવું પડશે કે નવી જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને તેમનું શું વલણ છે. કોંગ્રેસ તેનું સમર્થન કરે છે અને તેની માંગ કરે છે.
Congress welcomes today's Supreme Court judgment upholding the 103rd Constitutional Amendment that provides for the 10% reservation quota for Economically Weaker Sections (EWS) belonging to castes other than SC/ST/OBCs: Congress MP & General Secretary Jairam Ramesh
(File photo) pic.twitter.com/720uT3JWn7
— ANI (@ANI) November 7, 2022
ઉદિત રાજે વ્યક્ત કરી નારાજગી
કોંગ્રેસ મહાસચિવનું નિવેદન પાર્ટી નેતા ઉદિત રાજના નિવેદન બાદ આવ્યું છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'સુપ્રીમ કોર્ટ જાતિવાદી છે, હવે પણ કોઈ શંકા. ઈડબ્લ્યૂએસ અનાતમની વાત આવી તો કઈ રીતે પલટી માટી કે 50 ટકાની મર્યાદા બંધારણીય જવાબદારી નથી. પરંતુ જ્યારે SC/ST/OBC ને અનામત આપવાની વાત આવતી હતી તો ઈન્દિરા સાહની મામલામાં લાગેલી 50 ટકા મર્યાદાનો હવાલો આપવામાં આવતો હતો.'
ઉદિત રાજે કહ્યુ કે, હું ગરીબ સવર્ણોના અનામતની વિરુદ્ધ નથી પરંતુ તે માનસિકતાની વિરુદ્ધમાં છું કે જ્યારે SC/ST/OBC નો મામલો આવ્યો તો હંમેશા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈન્દિરા સાહની મામલામાં લાગેલી 50% મર્યાદા પાર ન થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે