Corona Update: દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ, એક જ દિવસમાં 1.68 લાખથી વધુ કેસ, મોતનો આંકડો પણ ચિંતાજનક
કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસના આંકડાએ દહેશત પેદા કરી છે. સંક્રમિત લોકોની સંખ્યા રોજેરોજ વધી રહી છે. નાઈટ કર્ફ્યૂ, વીકેન્ડ લોકડાઉન જેવા ઉપાયો છતાં સંક્રમણની ગતિ ઘટતી જોવા મળી રહી નથી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.68 લાખથી વધુ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સર્વાધિક કેસ છે
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસના આંકડાએ દહેશત પેદા કરી છે. સંક્રમિત લોકોની સંખ્યા રોજેરોજ વધી રહી છે. નાઈટ કર્ફ્યૂ, વીકેન્ડ લોકડાઉન જેવા ઉપાયો છતાં સંક્રમણની ગતિ ઘટતી જોવા મળી રહી નથી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.68 લાખથી વધુ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સર્વાધિક કેસ છે. છ રાજ્યોમાં ખાસ કરીને પરિસ્થિતિ ખુબ ખરાબ છે. અહીં કોરોનાના નવા કેસમાં જબરદસ્ત વધારો જોવા મળે છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.68 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,68,912 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,35,27,717 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,21,56,529 લોકો રિકવર થયા છે જ્યારે 12,01,009 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 904 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,70,179 પર પહોંચ્યો છે. હાલ દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાન પણ ચાલુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 10,45,28,565 લોકોને રસી આપવામાં આવી છે.
India reports 1,68,912 new #COVID19 cases, 75,086 discharges, & 904 deaths in last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,35,27,717
Total recoveries: 1,21,56,529
Active cases: 12,01,009
Death toll: 1,70,179
Total vaccination: 10,45,28,565 pic.twitter.com/yMz5ddShPt
— ANI (@ANI) April 12, 2021
આ રાજ્યોની હાલત ખરાબ
હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેર ખુબ ખતરનાક છે. આ વખતે એવા જિલ્લાઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે જે ગત વખતે કોરોનાના મારથી બચી ગયા હતા. આથી બધાએ વધારે ધ્યાન આપવાની જરૂર છે. જે રાજ્યોમાં સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે તેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, દિલ્હી, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, કેરળ, તેલંગાણા, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે. લગભગ 10 દિવસ પહેલા દેશનો કેસહોલ્ડ 10 ટકા નીચે ગયો હતો હવે વધીને બમણો થયો છે.
રિકવરી રેટ પણ ઘટ્યો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ એક લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. દેશના કુલ એક્ટિવ કેસમાંથી મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ તથા કેરળની ભાગીદારી 70.82% છે. જેમાં એકલા મહારાષ્ટ્રમાં જ 48.57% એક્ટિવ કેસ છે. જ્યારે દેશના રિકવરી રેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા રિકવરી રેટ 98% સુધી પહોંચી ગયો હતો પરંતુ હાલના સમયમાં ઘટીને 90.44% થઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ (Maharashtra corona news) ના હવે ડરાવતા આંકડા સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં રવિવારે કોરોનાના રેકોર્ડ 63 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તો રાજધાની મુંબઈમાં કોરોના સંક્રમણના આશરે 10 હજાર કેસ સામે આવ્યા, જ્યારે 58 દર્દીઓના મૃત્યુ થયા છે. તો મુંબઈના ગાર્ડિયન મિનિસ્ટર અસમલ શેખે મહારાષ્ટ્રમાં કડક લૉકડાઉન લગાવવાના સંકેત આપ્યા છે.
રવિવારે જારી મેડિકલ બુલેટિન પ્રમાણે મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 63294 પોઝિટિવ કેસ આવ્યા અને 349 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 3407245 કેસ નોંધાયા છે. તો મહામારીને કારણે કુલ 57,987 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 27,82,161 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલના સમયમાં કોરોનાના 5,65,587 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં પણ અધધધ...કેસ
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક જોવા મળી રહી છે. ગુજરાતમાં રવિવારે રેકોર્ડબ્રેક 5469 કોરોના કેસ નોંધાયા. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 5469 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2976 લોકો કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,15,127 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 90.69 ટકાએ પહોંચ્યો હતો. રાજ્યમાં કોરોનાથી એક જ દિવસમાં 54 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે