Corona Update: દેશમાં કોરોનાના કેસ 68 લાખને પાર, અત્યાર સુધીમાં 1,05,526 લોકોના મૃત્યુ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 78,524 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 68,35,656 થયો છે. એક જ દિવસમાં કોરોનાથી 971 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Corona Update: દેશમાં કોરોનાના કેસ 68 લાખને પાર, અત્યાર સુધીમાં 1,05,526 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: દેશમાં વળી પાછા કોરોના (Corona Virus) ના કેસ વધ્યા છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાના દર્દીઓમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 78,524 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 68,35,656 થયો છે. એક જ દિવસમાં કોરોનાથી 971 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ 9,02,425 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 58,27,705 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 1,05,526 લોકોના મૃત્યુ થયા છે. 

Total case tally stands at 68,35,656 including 9,02,425 active cases, 58,27,705 cured/discharged/migrated cases & 1,05,526 deaths: Union Health Ministry pic.twitter.com/uhsNJ8t2MN

— ANI (@ANI) October 8, 2020

રિકવરી રેટ 85.02 ટકા, કુલ  8,34,65,975 સેમ્પલનું ટેસ્ટિંગ
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 58 લાખ ઉપર દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. આ સાથે જ દેશમાં રિકવરી રેટ 85.02 ટકા થયો છે. જ્યારે મૃત્યુદર 1.55 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં  8,34,65,975 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. જેમાંથી 8,34,65,975 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરાયું હતું. 

આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે વેક્સિન
કોરોના વાયરસની રસી અંગે વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ધેબિયસે મોટી જાહેરાત કરી છે. જિનેવામાં તેમણે કહ્યું કે, આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની એક પ્રામાણિક રસી તૈયાર થઈ શકે છે. તેમણે રસી ઉપલબ્ધ થવા પર સમાન વિતરણ નક્કી કરવા માટે બધા નેતાઓ વચ્ચે એકતા અને રાજકીય પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું છે. 

— ANI (@ANI) October 8, 2020

આ વર્ષના અંત સુધી બની જશે રસી!
ટેડ્રોસે ડબ્લ્યૂએચઓના કાર્યકારી બોર્ડની બેઠકમાં કહ્યું કે, આપણને રસીની જરૂર પડશે અને આશા છે કે આ વર્ષના અંત સુધી આપણી પાસે રસી હોઈ શકે છે. આ બેઠકમાં ડબ્લ્યૂએચઓ કોરોના વાયરસ મહામારીની વૈશ્વિક પ્રતિક્રિયાની તપાસ કરી રહ્યું છે. 

વિશ્વની 10 ટકા વસ્તીને કોરોના
કોરોના વાયરસને લઈને સોમવારે થયેલી WHOના 34 સભ્યોની કાર્યકારી બોર્ડની બેઠકમાં ડો માઇકલ રેયાને કહ્યું કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સંખ્યામાં પરિવર્તન થઈ શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેનો મતલબ તે નથી કે દુનિયાની મોટી વસ્તી ખતરામાં છે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં દર 10માંથી 1 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news