Coronavirus: Holi પહેલાં કેન્દ્રએ રાજ્યોને આપ્યા નિર્દેશ, ઝડપથી વધતા જતા Covid-19 કેસને લઇને સરકાર એલર્ટ
તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે કરવામાં આવેલી મીટિંગમાં કેંદ્રીય ગૃહ સચિવ અજ્ય ભલ્લા (Ajay Bhalla) એ કહ્યું કે રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપવામાં આવે છે કે તે કોરોના વાયરસ (Coronavirus) થી બચવા માટે સાવચેતીના પગલાંનું પાલન કરાવે.
Trending Photos
નવી દિલ્હી: હોળી (Holi 2021) પહેલાં કેંદ્ર સરકારે શુક્રવારે રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને કહ્યું કે તે સુનિશ્વિત કરે કે લોકો કોવિડ 19 નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિય ડિસ્ટેંસિંગ જાળવવું અને સાફ સફાઇનું પાલન કરે. કેંદ્રએ નિર્દેશ દેશના દરેક ભાગમાં કોરોના વાયરસના કેસ (Coronavirus Latest Update) આવેલી ગતિ બાદ આપ્યા છે.
કોરોના નિયમો પર કેંદ્રએ રાજ્યોને આપ્યા નિર્દેશ
તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે કરવામાં આવેલી મીટિંગમાં કેંદ્રીય ગૃહ સચિવ અજ્ય ભલ્લા (Ajay Bhalla) એ કહ્યું કે રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપવામાં આવે છે કે તે કોરોના વાયરસ (Coronavirus) થી બચવા માટે સાવચેતીના પગલાંનું પાલન કરાવે.
અજય ભલ્લાએ કહ્યું કે 'ગત 5 મહિનામાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવ્યા બાદ થોડા અઠવાડિયાથી દેશના ઘણા ભાગમાં કોવિડ 19 (Covid-19) સંક્રમિતોની સંખ્યા વધી છે. જોવામાં મળ્યું છે કે તેનું કારણ કોવિડ 19 નિયમોના પાલનમાં ઢીલ છે. ખાસકરીને ભીડભાડવાળી જગ્યાઓ પર. તેમણે કહ્યું કે કોરોનાના વધતા જતા કેસ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખતાં આ જરૂરી છે કે કોવિડ 19 નિયમોનું પાલન સુનિશ્વિત કરવામાં આવે.
મહારાષ્ટ્ર અને પંજાબમાં સખત પાબંધી
તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર (Maharashtra) અને પંજાબ (Punjab) માં કોવિડ 19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતાં શુક્રવારે પાબંધીઓને કડક કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકડાઉન પણ એક ઓપ્શન છે. તો બીજી તરફ શુક્રવારે દેશમાં કોરોના સંક્રમણના લગભગ 40 હજાર કેસ સામે આવ્યા છે જે લગભગ ચાર મહિનામાં એક દિવસમાં સૌથી વધુ કેસ આવ્યા છે.
સ્વાસ્થ્યમંત્રીએ અફવાઓને નકારી કાઢી
તો બીજી તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધન (Harsh Vardhan) એ કોરોના વાયરસ વેક્સીનને લઇને લોકોના મનમાં ઉત્પન્ન થઇ રહેલી આશંકાઓને નકારી કાઢતાં શુક્રવારે કહ્યુંક એ દુનિયાભરમાં વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે અને આપણે તેના પર વિશ્વાસ કરવો જોઇએ.
તેમણે કહ્યું કે ભારતમાં જે દિવસે બે વેક્સીન કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે, તે સુરક્ષા, પ્રભાવશાળે અને ઇમ્યુનિટી પેદા કરવાના માપદંડો પર ખરી ઉતરી છે. જોકે વૈજ્ઞાનિકનું માનવું છે કે દેશના દરેક નાગરિકને વેક્સીનની જરૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે