ED વેચશે ભાગેડુ નીરવ મોદીની 11 લક્ઝરીયસ કાર અને 173 પેઈન્ટિંગ
સ્કોર્ટલેન્ડ યાર્ડ દ્વારા બુધવારે લંડનના હોલબોર્ન વિસ્તારમાંથી નીરવ મોદીની ધરપકડ કરાઈ છે અને કોર્ટે તેને 29 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે
Trending Photos
નવી દિલ્હીઃ ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિભાગ દ્વારા નીરવ મોદીની 11 લક્ઝરીયસ કાર અને 173 પેઈન્ટિંગની હરાજી કરવાનું આયોજન કરાયું છે. ઈડીએ મુંબઈમાં એક વિશેષ અદાલત પાસે તેની મંજૂરી મેળવી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે, એ જ કોર્ટ દ્વારા નીરવ મોદીની પત્ની એમી સામે બિનજામીનપાત્ર વોરન્ટ પણ ઈશ્યુ કરાયું છે. ઈડીએ બે અબજ ડોલરના પીએનબી કૌભાંડમાં તેમની ભૂમિકાનું વર્ણન કરીને તાજેતરમાં જ એક પૂરક આરોપપત્ર દાખલ કર્યું હતું.
ઈડી દ્વારા નીરવ મોદીના જે પેઈન્ટિંગ વેચવા મુકાયા છે તેની કિંમત રૂ.57.72 કરોડ આંકવામાં આવી છે. નીરવ મોદીના કારના કાફલામાં રોલ્ય રોય્સ, પોર્શે, મર્સિડીઝ અને ટોયોટો ફોર્ચ્યુનર જેવી લક્ઝરીયસ કારનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ જણાવ્યું કે, નીરવ મોદીની 11 કાર અને 173 પેઈન્ટિંગની હરાજીનો કાર્યક્રમ આ મહિને જ યોજવામાં આવશે. ઈડીએ ભાગેડુ નીરવ મોદી સામેની તપાસ દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલા 68 પેઈન્ટિંગ વેચવા માટે કોર્ટની મંજૂરી મેળવી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, સ્કોર્ટલેન્ડ યાર્ડ દ્વારા બુધવારે લંડનના હોલબોર્ન વિસ્તારમાંથી નીરવ મોદીની ધરપકડ કરાઈ છે અને કોર્ટે તેને 29 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તેનાથી નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણની સંભાવનાઓ વધી ગઈ છે. લંડન કોર્ટની કાર્યવાહી બાદ નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ અંગેની કાર્યવાહી હાથ ધરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે