Green Hydrogen Mission: નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મોદી સરકારની મંજૂરી, 6 લાખ લોકોને મળશે નોકરી

Modi Cabinet: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે આજે 19,744 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તેના દ્વારા 6 લાખ નોકરીઓ આપવામાં આવશે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 60-100 ગીગાવોટની ક્ષમતાનું ઈલેક્ટ્રોલાઈઝર તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગ્રીન હાઈડ્રોજનનું હબ વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Green Hydrogen Mission: નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મોદી સરકારની મંજૂરી, 6 લાખ લોકોને મળશે નોકરી

Green Hydrogen Mission: નોકરીની રાહ જોઈને બેઠેલાં લોકો માટે સારા સમાચાર છે. ભારત સરકાર દ્વારા ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે. જેને કારણે લાખો લોકોને નોકરીઓની તક મળશે. PM મોદીના નેતૃત્વમાં 4 જાન્યુઆરીના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે તેમણે માહિતી આપી હતી કે ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ બનશે. દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 60-100 ગીગાવોટની ક્ષમતાનું ઈલેક્ટ્રોલાઈઝર તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગ્રીન હાઈડ્રોજનનું હબ વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 

— ANI (@ANI) January 4, 2023

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે આજે 19,744 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ મિશનથી 8 લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે અને તેના દ્વારા 6 લાખ નોકરીઓ આપવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ માટે 382 મેગાવોટ સુન્ની ડેમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 2,614 કરોડનો ખર્ચ થશે. તે સતલજ નદી પર બનાવવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news