હેકર્સે પાથરી ખતરનાક જાળ! આ નકલી Shopping Apps ચોરી લે છે લોકોનો બેંક ડેટા
ઓનલાઇન શોપિંગનો ચસ્કો આજના સમયમાં ઘણા લોકોને લાગ્યો છે. આજે માર્કેટમાં ઘણી બધી Shopping Apps છે, જ્યાં તમારી જરૂરિયાતનો સામાન સસ્તામાં મળી જાય છે અને તમારા ઘરે ડિલીવરી કરી દેવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: ઓનલાઇન શોપિંગનો ચસ્કો આજના સમયમાં ઘણા લોકોને લાગ્યો છે. આજે માર્કેટમાં ઘણી બધી Shopping Apps છે, જ્યાં તમારી જરૂરિયાતનો સામાન સસ્તામાં મળી જાય છે અને તમારા ઘરે ડિલીવરી કરી દેવામાં આવે છે.
હેકર્સે પાથરી ખતરનાક જાળ
કેટલાક સમાચાર સામે આવ્યા જેના દ્રારા ખબર પડે છે કે હેકર્સ લોકપ્રિય Shopping Apps ના નકલી વર્જન બનાવીને તેના સહારે લોકોનો બેંક ડેટા લૂંટી રહ્યા છે. જોકે મલેશિયામાં હેકર્સે નકલી Shopping Apps બનાવી છે જેને જોઇને કોઇપણ યૂઝર છેતરાઇ જાય છે. આ નકલી એપ્સને અસલી સમજીને લોકો અહીંથી શોપિંગ કરે છે અને આ પ્રકારે તેમનો બેંક ડેટા ચોરી કરવામાં આવે છે.
આ Shopping Apps થી બચો
સાઇબર સિક્યોરિટી ફર્મ ESET એ પોતાના રિપોર્ટમાં કહ્યું કે હેકર્સ MaidACall, Maideasy, YourMaid, Maid4u, Maria’s Cleaning અને Grabmaid જેવી મલેશિયન વેબસાઇટ્સના નકલી વર્જન બનાવે છે અને પછી લોકોને ઠગે છે. તમને જણાવી દઇએ કે હેકર્સે PetsMore નામની એક પેટ સ્ટોરની પણ નકલી વેબસાઇટ તૈયાર કરી છે. આ નકલી પ્લેટફોર્મ્સ દ્રારા હેકર્સ તે તમામ એસએમએસને એક્સેસ અને ફોરવર્ડ કરી શકે છે જે સામાન્ય રીતે બેંક તરફથી આવે છે.
એપ્સ ચોરી રહી છે તમારો બેંક ડેટા
આ નકલી વેબસાઇટ દ્રારા હેકર્સ મલેશિયાના આઠ પ્રમુખ બેંક્સના ગ્રાહકોને ટાર્ગેટ કરી રહી છે. આ નકલી વેબસાઇટ પર વધુમાં વધુ લોકો રજિસ્ટર કરે, તેના માટે Facebook પર આવનાર એડ્સને પણ આ વેબસાઇટ્સ સાથે હાથ મિલાવ્યો છે. આ એડ્સ વધુ લોકોને વેબસાઇટ્સ તરફ આકર્ષિત કરે છે અને હેકર્સની મદદ કરે છે.
હાલ તો આ સ્કેમ મલેશિયામાં ચાલી રહ્યું છે પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલદી જ આ સ્ટ્રેટજીને બીજા ઘણા દેશોમાં અપનાવવામાં આવશે અને લોકોને ઠગવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે