લાપતા AN-32 વિમાન દુર્ઘટનામાં કોઈ જીવીત મળ્યું નથી, તમામ 13નાં મોતઃ વાયુસેના

ભારતીય વાયુસેના દ્વારા વાયુસેનાના 13 પર્વતારોહી અને 2 નાગરિક પર્વતારોહીને દુર્ઘટનાગ્રસ્ત વિમાન AN-32નો જ્યાં કાટમાળ દેખાયો હતો એ સ્થળે હવામાંથી નીચે ઉતાર્યા હતા અને તેમણે વિમાનમાં સવાર 13 લોકો તપાસ કરી હતી
 

લાપતા AN-32 વિમાન દુર્ઘટનામાં કોઈ જીવીત મળ્યું નથી, તમામ 13નાં મોતઃ વાયુસેના

નવી દિલ્હીઃ આસામના જોરહાટથી અરૂણાચલ પ્રદેશના મેચુકા એન્ડવાસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ તરફ 3 જુનના રોજ ઉડ્ડયન ભર્યા પછી લાપતા થયેલા વાયુસેનાના AN-32 વિમાનમાં સવાર 13 લોકોમાંથી એક પણ લોકોના જીવતા રહ્યા નથી. વાયુસેના દ્વારા હવે તેમના પરિવારજનોને આ અંગે આધિકારીક જાણ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે આ વિમાનનો કાટમાળ આકાશમાંથી દેખાયો હતો. બુધવારે વાયુસેનાના પર્વતારોહીએ ત્યાં જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે દુર્ઘટનાસ્થળ સુધી તેઓ પહોંચી શક્યા ન હતા. 

— Indian Air Force (@IAF_MCC) June 13, 2019

ભારતીય વાયુસેનાને 11 જુનના રોજ AN-32 વિમાનનો કાટમાળ અરૂણાચલ પ્રદેશના લીપોથી ઉત્તરમાં 16 કિમી દૂર 12 હજાર ફૂટની ઊંચાઈએ જોવા મળ્યો હતો. આથી, ભારતીય વાયુસેના દ્વારા વાયુસેનાના 13 પર્વતારોહી અને 2 નાગરિક પર્વતારોહીને દુર્ઘટનાગ્રસ્ત વિમાન AN-32નો જ્યાં કાટમાળ દેખાયો હતો એ સ્થળે બુધવારે હવામાંથી નીચે ઉતાર્યા હતા અને તેમણે વિમાનમાં સવાર 13 લોકો તપાસ કરી હતી. 

— Indian Air Force (@IAF_MCC) June 13, 2019

વાયુસેનાના વિંગ કમાન્ડર રત્નાકર સિંઘે જણાવ્યું કે, તેઓ કાટમાળ જે જગ્યાએ દેખાયો છે ત્યાં પહોંચવાનો પ્રયાસ કરશે. ત્યાં બ્લેક બોક્સ અને CVR શોધવાનો પ્રયાસ કરશે. આ સાથે જ વાયુસેના દ્વારા મૃતકોના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે. 

AN-32 વિમાન દુર્ઘટનાના મૃતકો
વિંગ કમાન્ડર ચાર્લ્સ, ફ્લાઈટ લેફ્ટનન્ટ(4)- એમ. ગર્ગ, મોહન્તી, તનવર, થાપા, S/L વિનોદ, SGT અનુપ, WO કે.કે. મિશ્રા, Cpl. શરીન, LAC- પંકજ અને એસ.કે. સિંઘ, NC(E)- રાજેશ કુમાર અને પુતાલી. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news