#ImmunityConclaveOnZee: કોરોના વાયરસનો પીક આવવાનો હજુ બાકી- રણદીપ ગુલેરિયા
Trending Photos
નવી દિલ્હી: કોરોનાકાળ (Corona Virus) માં તમારા માટે સૌથી મહત્વપૂર્ણ તમારું સ્વાસ્થ્ય, તમારી હેલ્થ, અને ઈમ્યુનિટી ( Immunity) છે. જે અદ્રશ્ય દુશ્મન સામે દુનિયા લડી રહી છે તેને હરાવવા માટે સૌથી વધુ જરૂરી એ છે કે તમે શારીરિક અને માનસિક રીતે મજબુત બનો. આ માટે ZEE NEWS તમારા માટે ખાસ મહત્વપૂર્ણ કાર્યક્રમ ઈન્ડિયા ઈમ્યુનિટી E-CONCLAVE લાવ્યું છે. ImmunityConclaveOnZeeમાં AIIMS ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોનાનો પીક ટાઈમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે આવશે. દિલ્હી, મુંબઈ, જેવા વિસ્તારોમાં પીક અલગ સમયે આવશે. જો એક સમયે કોરોનાના કેસ ઓછા પણ થશે પરંતુ લોકડાઉન ખુલતા જ ફરીથી સેકન્ડ વેવ આવી શકે છે. આવું અમેરિકામાં પહેલા પણ થઈ ચૂક્યું છે.
કોરોનાના કેસ હાલ તો થોડા ટાઈમ સુધી વધશે. બધાએ મળીને કામ કરવાની જરૂર છે. બધા સાવધાની રાખશો તો કર્વને ફ્લેટ કરી શકાય છે. કોરોનાનું પીક ક્યા સુધીમાં આવશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે કારણ કે તે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સમયે આવશે. પીક આવ્યાં બાદ પણ તે ફરીથી આવી શકે છે. કોરોના આપણી સાથે મહિનાઓ, વર્ષો સુધી રહી શકે છે. આપણે સાથે બેસવું જોઈએ નહીં, ખાવું પીવું જોઈએ નહીં. આ બધુ ધ્યાન રાખવું પડશે.
તેમણે કહ્યું કે લોકો અનલોક બાદ સાવધાની ઓછી રાખી રહ્યાં છે, બજારમાં માસ્ક વગર જતા રહે છે. એ સમજવું જરૂરી છે કે હવે આપણી જવાબદારી પહેલા કરતા અનેકઘણી વધી ગઈ છે.
શહેરોની વાત કરીએ તો એક સમય એવો આવશે કે ઘણા લોકોને ઈન્ફેક્શન થઈ ચૂક્યું હશે. ત્યારબાદ તેમની ઈમ્યુનિટી વધી જશે અને ત્યારબાદ કેસ ઓછા થવાના શરૂ થઈ જશે. જો સમગ્ર દેશની વાત કરીએ તો સાઉથમાં કેરળમાં કેસ ઓછા થયા છે. લોકડાઉનના સમયે 2 મહિનામાં આપણને તક મળી અને અમે કોરોનાને પહોંચી વળવા માટે તૈયારી કરી. આ સમયગાળામાં અમે ડોક્ટરોની ટ્રેનિંગ કરી, વેબિનાર કર્યાં. હોસ્પિટલમાં 1500 બેડ કોરોનાના દર્દીઓ માટે રાખ્યા છે. 10 હજાર બેડવાળા ક્વોરન્ટાઈન સેન્ટર પણ દિલ્હીમાં બનાવવામાં આવ્યાં છે. મારું માનવું છે કે બેડ ઓછા નહીં પડે.
દેશમાં હજુ પણ કમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથી. પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે કે આગળ તે થઈ શકે છે. આપણે તેનું કારણ ન બનીએ, હંમેશા માસ્ક પહેરીએ. જો તમે જોબ કરતા હોવ કે ડેઈલી વેજીસ પર કામ કરતા હોવ તો આવામાં જ્યારે અનેકવાર કોરોનાના લક્ષણ દેખાય તો આપણે પેરાસિટામોલ લઈને કામ પર જતા હોઈએ છીએ. આથી આવામાં આપણે સાવધાન રહેવું પડશે. સાવધાની રાખીને જ પરિવારજનો અને ઓફિસના સ્ટાફને બચાવી શકાય છે.
ગુલેરિયાએ કહ્યું કે વેક્સિન 15 ઓગસ્ટ સુધીમાં બનાવવી મુશ્કેલ છે. પહેલા તેનો ટેસ્ટ કરીને જોવું પડશે. અનેક વેક્સિન પહેલા આવી જેનાથી શરીરમાં એ્ટીબોડ વધુ બની તો નુકસાન થઈ ગયું. આથી સાવધાની રાખવાની જરૂર છે. પહેલા તબક્કાને પાર કર્યા બાદ બીજો તબક્કો અને ત્યારબાદ આપણે વેક્સિનની માસ મેન્યુફેક્ચરિંગમાં જઈ શકીએ છીએ.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે આપણે આપણા સ્વાસ્થ્યકર્મીઓને હાલ હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપી રહ્યા છે જેનો ફાયદો પણ થાય છે. પરંતુ બાકીની દવાઓ મને કારગર લાગતી નથી. એ બની શકે કે ભારતમાં જ કોરોનાની પહેલી વિક્સિન આવી જશે. ભારતમાં અનેક કંપનીઓ કામ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓના સહયોગથી પણ કામ થઈ રહ્યું છે. મારું માનવું છે કે આપણે જ પહેલી વેક્સિન લાવીશું. કોરોના ક્યારે જશે તે હાલ કહી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે