પાકિસ્તાનની પુછડી વાંકી તે વાંકી: હિંદુઓને ભોજન બદલે ધર્મ પરિવર્તનનું કરાય છે દબાણ

  વિશ્વ હિંદુ પરિષદનાં કેન્દ્રીય મહામંત્રી મિલિન્ડ પરાંડેએ પાકિસ્તાન પર લઘુમતી હિન્દુઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રમાનવાધિકાર પંચ અને ભારત સરકારને ધ્યાન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસનો મહાપ્રકોપ છે. તમામ દેશોમાં કોરોના વાયરસને પડકારવા માટે યુદ્ધ સ્તર પર સામુહિક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે પાકિસ્તાનમાં એવી વીભત્સ પરિસ્થિતીઓમાં પણ ત્યાંના લઘુમતી હિન્દુઓ સાથે ધાર્મિક આધાર પર ભેદભાવ થઇ રહ્યો છે.
પાકિસ્તાનની પુછડી વાંકી તે વાંકી: હિંદુઓને ભોજન બદલે ધર્મ પરિવર્તનનું કરાય છે દબાણ

નવી દિલ્હી :  વિશ્વ હિંદુ પરિષદનાં કેન્દ્રીય મહામંત્રી મિલિન્ડ પરાંડેએ પાકિસ્તાન પર લઘુમતી હિન્દુઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રમાનવાધિકાર પંચ અને ભારત સરકારને ધ્યાન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસનો મહાપ્રકોપ છે. તમામ દેશોમાં કોરોના વાયરસને પડકારવા માટે યુદ્ધ સ્તર પર સામુહિક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે પાકિસ્તાનમાં એવી વીભત્સ પરિસ્થિતીઓમાં પણ ત્યાંના લઘુમતી હિન્દુઓ સાથે ધાર્મિક આધાર પર ભેદભાવ થઇ રહ્યો છે.

પરાંડેએ કહ્યું કે, હિંદુઓને ન માત્ર ભોજન અને સ્વાસ્થય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે પરંતુ તેમના પર ધર્મ પરિવર્તન માટે અયોગ્ય અને અમાનવીય દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મહામંત્રીએ મીડિયા રિપોર્ટનો હવાલો ટાંકતા કહ્યું કે, આ અંગે અનેક રિપોર્ટ આવ્યા છે જેના કારણે પાકિસ્તાનની મંશા સ્પષ્ટ થાય છે.

તેમણે કહ્યું કે, આજે પાકિસ્તાનમાં માત્ર ડોઢથી બે ટકા હિંદુઓ વસેલા છે. તેમ છતા કોરોના જેવી મહામારીનાં સમયમાં તેમને પ્રાથમિક અધિકારોથી વંચિત કરવામાં આવી રહ્યા છે. એક તરફ ભારતનાં વડાપ્રધાન સંપુર્ણ વિશ્વની ચિંતા કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ત્યાં રહેતા હિંદુ લઘુમતીને ભોજન અને સ્વાસ્થય જેવી મુળભુત સુવિધા પણ પુરી નથી પાડી રહ્યા. આવી ગંભીર સ્થિતીનો લાભ ઉઠાવીને તે લોકો હિંદુઓને ભોજનનાં બદલે ધર્માંતરણ કરવા માટે મજબુર કરી રહ્યા છે. આ માનવાધિકારોનુ ગંભીર ઉલ્લંઘન નથી ? માનવાધિકાર પંચ પાસે માંગ કરી કે, તેઓ પાકિસ્તાનના લઘુમતીઓ પર થઇ રહેલા ધાર્મિક ભેદભાવ તથા ઉત્પીડન અંગે સ્વયં સંજ્ઞાન લે. સાથે જ આ મુદ્દે હસ્તક્ષેપ  કરીને તેમને તુરંત જ ભોજન અને સ્વાસ્થય સુવિધા સુનિશ્ચિત કરાવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news