Corona Update: દેશમાં કોરોના બેકાબૂ, એક જ દિવસમાં 1.50 લાખથી વધુ કેસ, મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનના ભણકારા
દેશમાં કોરોના (Corona Virus) નો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાની નવી લહેર અત્યંત જોખમી જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના દોઢ લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. જે અત્યંત જોખમી સ્થિતિ દર્શાવી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાની નવી લહેર અત્યંત જોખમી જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના દોઢ લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. જે અત્યંત જોખમી સ્થિતિ દર્શાવી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં દોઢ લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 1,52,879 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કેસનો આંકડો 1,33,58,805 પર પહોંચ્યો છે. જેમાંથી 1,20,81,443 દર્દીઓ રિકવર થવામાં સફળ થયા છે. જો કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં 11,08,087 દર્દીઓ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 839 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,69,275 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 10,15,95,147 લોકોને રસી આપવામાં આવી છે.
India reports 1,52,879 new #COVID19 cases, 90,584 discharges, and 839 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,33,58,805
Total recoveries: 1,20,81,443
Active cases: 11,08,087
Death toll: 1,69,275
Total vaccination: 10,15,95,147 pic.twitter.com/fIaVAfpviB
— ANI (@ANI) April 11, 2021
મહારાષ્ટ્રમાં સ્થિતિ ખુબ ખરાબ, લોકડાઉનના સંકેત
મહારાષ્ટ્રમાં કોરોના મહામારીએ તાંડવ મચાવ્યું છે. શનિવારે વીકેન્ડ લૉકડાઉનનો પ્રથમ દિવસ હતો પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સંપૂર્ણ લૉકડાઉના વિકલ્પ પર વિચાર કરી રહ્યાં છે. પરંતુ આ નિર્ણય એટલો સરળ નથી. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સંપૂર્ણ લૉકડાઉન જેવા નિર્ણય વિરુદ્ધ સરકારને ચેતવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અહીં કુવો ત્યાં ખાઈ જેવી સ્થિતિ છે. પરંતુ આકરા નિર્ણય કરવા પડશે. થોડી તકલીફ ભોગવવી પડશે. તેમણે કહ્યું કે, છૂટ અને આકરા નિયમો એક સાથે મુશ્કેલ છે. 2 દિવસમાં જાહેરાત કરવામાં આવશે. રવિવારે રાજ્યમાં કોવિડ ટાસ્ક ફોર્સની આપાતકાલિન બેઠક બોલાવવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 55 હજારથી વધુ કેસ
મહારાષ્ટ્ર (Maharashtra) માં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55411 નવા કેસ સામે આવ્યા છે, 53005 દર્દીઓ સાજા થયા છે અને 309 મૃત્યુ થયા છે. પ્રદેશમાં કુલ કેસની સંખ્યા 33,43,951 થઈ ગઈ છે. અત્યાર સુધી 27,48,153 લોકો સાજા થયા છે. કોરોનાને કારણે રાજ્યમાં અત્યાર સુધી 57,638 લોકોના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 5,36,682 છે.
ગુજરાતમાં કોરોનાના નવા 5011 કેસ, 49 લોકોએ જીવ ગુમાવ્યા
ગુજરાત (Gujarat) માં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકડા પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં શનિવારે રેકોર્ડબ્રેક 5011 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 5011 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2525 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,12,151 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જો કે રાજ્યનો રિકવરી રેટ 91.27 ટકાએ પહોંચ્યો છે. એક જ દિવસમાં કોરોનાથી રાજ્યમાં 49 લોકોના મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે