#IndiaKaDNA: પાકિસ્તાન આખી દુનિયામાં કટોરો લઈને ફરી રહ્યું છે- જનરલ વી. કે. સિંહ

2019ની લોકસભા ચૂંટણી પહેલા ઝી ન્યૂઝના મંચ પર રાજકારણના મહાસંવાદ IndiaKaDNAમાં પૂર્વ સેના અધ્યક્ષ અને કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે સેનાના પરાક્રમ પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો.

#IndiaKaDNA: પાકિસ્તાન આખી દુનિયામાં કટોરો લઈને ફરી રહ્યું છે- જનરલ વી. કે. સિંહ

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા ઝી ન્યૂઝના મંચ પર રાજકારણના મહાસંવાદ IndiaKaDNAમાં પૂર્વ સેના અધ્યક્ષ અને કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે સેનાના પરાક્રમ પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સેનાના પરાક્રમ પર જે રાજકારણ રમાઈ રહ્યું છે તે નિક્રષ્ટ રાજકારણ છે. જે લોકો પોતાની સેનાઓ પર શક કરે છે તેમને કોઈ શબ્દકોશના કોઈ શબ્દથી આંકી શકાય નહીં. 

જનરલ વી કે સિંહે કહ્યું કે ફૌજી હોવાના નાતે મને ગુસ્સો આવે છે, જ્યારે કોઈ સેના પર આંગળી ઉઠાવે છે. ટોચના નેતૃત્વએ 1971 બાદ નિર્ણાયક ફેસલો લીધો કે ભારત સરહદોમાં બંધાઈને રહેશે નહીં. આથી જે લોકો પોતાની સેનાઓ પર શક  કરે છે તેમને કોઈ પણ શબ્દકોષના શબ્દથી આંકી શકાય નહીં. તેમણે કહ્યું કે સેનાઓ જ્યારે પોતાનું કામ કરે છે તો તેને પૂરું કરીને બતાવે છે. સેનાના પરાક્રમ પર જે રાજકારણ રમાઈ રહ્યું છે તે નિક્રષ્ટ રાજકારણ છે. 

વી કે સિંહે કહ્યું કે આજે આખો દેશ  ભારતની સામે તેની પ્રગતિ, આર્થિક નીતિઓ તરફ જૂએ છે. ભારત તરફથી ચીનની સાથે સમજી વિચારીને લેવાયેલા પગલા કે પાડોશી દેશ સાથે સંબંધ સારા કરવા તરફ વધારે ભાર અપાવો જોઈએ. સરહદ વિવાદમાં ખુબ બારીકાઈ છે. ચીન દ્વારા પાકિસ્તાનને સમર્થન કરવાના સવાલ પર બોલતા તેમણે કહ્યું કે આપણે ઈરાક, રશિયા અને અમેરિકા બધાની સાથે સારા સંબંધ રાખીએ છીએ, તે આપણી કૂટનીતિક તાકાત છે. 

તેમણે કડક ભાષામાં કહ્યું કે પાકિસ્તાન કટોરો લઈને દુનિયામાં ફરી રહ્યું છે. તેની મનોવૃત્તિ ફક્ત ભારતને હેરાન કરવાની છે. વિપક્ષ દ્વારા શક્તિ મિશન પર સવાલ ઉઠાવવાના મુદ્દે તેમણે કહ્યું કે મિશન શક્તિને રાજકારણ અને ચૂંટણી સાથે જોડવું એ હાસ્યાસ્પદ હશે. 

જુઓ LIVE TV

તેમણે વધુમાં કહ્યું કે જનતા વિકાસથી ખુશ છે. જનતા એ વાતથી ખુશ છે કે ભારતે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી. ગાઝિયાબાદથી ચૂંટણીના મેદાનમાં ઉતરેલા જનરલ વી કે સિંહે દેશના ભાવિ વિદેશ મંત્રી અંગેના સવાલ પર કહ્યું કે હું સૈનિક છું અને હું મારું કામ કરું છું. આગળ શું થશે, કોણ હશે તે વડાપ્રધાન નક્કી કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news