ઇન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરી બનો કરોડપતિ, કંપની કરી રહી છે 2 લાખ કરોડનું રોકાણ
પેટ્રોલિયમ પ્રોડક્ટનો વ્યાપાર કરનારી જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આઘામી 5-7 વર્ષ દરમિયાન ઇંધણ અને ઉર્જાના ક્ષેત્રમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે
Trending Photos
નવી દિલ્હી : પેટ્રોલિયમ પ્રોડક્ટનો વ્યાપાર કરનારી જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી 5થી 7 વર્ષ દરમિયાન ઇંધણ અને ઉર્જાના વિવિક્ષ ક્ષેત્રોમાં બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપની પોતાની હાલની રિફાઇનરીનો વિસ્તાર કરવાની સાથે જ સ્વચ્છ ઇંધણ અને ઉત્પાદન વધારવાની અનેક ટેક્નીકોને વધારી રહી છે. રિફાઇનરી-પેટ્રો રસાયણ એકીકૃત કરવાના પરિસર, જૈવ ઇંધણ, કૌલ ગેસીફિકેશન, હાઇડ્રોજન ઇંધણ સેલ અને બેટરી ટેક્નોલોજી જેવા નવા ક્ષેત્રોમાં પોતાનું સંશોધન અને વિકાસને આગળ વધારવા માટેના પ્રયાસો કરી રહ્યું છે.
IOCના ચેરમેને ભવિષ્ય અંગે માહિતી આપી
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન સંજીવ સિંહે કંપનીની ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપતા કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-20માં કંપની રિફાઇનરી, પાઇપલાઇન, પેટ્રોરસાયણ અને ઉર્જાના અલગ અલગ ક્ષેત્રોમાં 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ 2018-19માં પણ લક્ષ્યાંક નિર્ધાર કર્યો હતો તેની તુલનાએ 116 ટકા વધારે રોકાણ કરતા 26,548 કરોડ રૂપિયાની મુડીનું રોકાણ કર્યું છે.
કેજરીવાલ બાદ AAPના ધારાસભ્યએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી
પાઇપલાઇન નેટવર્કને મજબુત બનાવવામાં આવશે.
નજીકના ભવિષ્યમાં દેશમાં પેટ્રોલિયમ, તેલ અને લુબ્રિકન્ટ ઉત્પાદનની વધતી માંગને જોતા ઇન્ડિયન ઓઇલ 2030 સુધી પોતાની હાલની રિફાઇનિંગ ક્ષમતાને બમણી કરીને 14 કરોડ ટન સુધી પહોંચાડવાનાં એજન્ડા પર કામ કરી રહ્યા છે. સાથે જ પાઇપલાઇન નેટવર્ક અને રિફાઇનિંગ અને તેને લગતા માળખાને પણ મજબુત બનાવવામાં આવશે. ફોર્ચ્યુનની વૈશ્વિક 500ની યાદીમાં ટોપ રેંકિંગ વાળી ઇન્ડિયન ઓઇલ ભવિષ્યની એવી કંપની બનાવવાની દિશામાં અગ્રેસર છે જ્યાં નવીન ટેક્નોલોજી અને ઉર્જા ક્ષેત્રમાં પરિવર્તનનાં આ સમયમાં વિવિધ પ્રકારની ઉર્જામાંગની જરૂરિયાતને પુર્ણ કરવામાં આવી શકે.
સિંહે જણાવ્યું કે, 2018-19માં પેટ્રોલિયમ પદાર્થો, ગેસ, પેટ્રો રસાયણ અને અન્ય ઉત્પાદન સહિત કંપનીનાં સ્થાનીક બજારમાં 3.9 ટકાનો વધારો પ્રાપ્ત કરા 8 કરોડ 46 લાખ 50 હજાર ટન ઉત્પાદનનું વેચાણ કર્યું. જ્યારે સમગ્ર દેશમાં ફેલાયેલા પાઇપલાઇનનાં નેટવર્કમાં 8.85 કરોડ ટન રેકોર્ડ કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનનું પરિવહન કરવામાં આવ્યું.
દેશમાં સ્વચ્છ ઇંધણનો ઉપયોગ વધારી દેવાની સાથે જ કંપનીએ દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં એક એપ્રીલ 2018થી BS-VI ઇંધણનો પુરવઠ્ઠો ચાલુ કરી દીધો હતો. તેમાં આગરા શહેરનો પણ સમાવેશ કરાયો છે.
સિંહે જણાવ્યું કે, ઇન્ડિયન ઓઇલની રિફાઇનરીઓ હાલના સમયે બીએસ -6 માનકનું પેટ્રોલ, ડીઝલનાં પુરવઠ્ઠા માટે ટેક્નોલોજી ઉન્નત કાર્ય પણ કરી રહી છે. એપ્રીલ 2020 સુધીમાં સમગ્ર દેશમાં બીએસ-6 માનકની સ્વચ્છ ઇંધણનો પુરવઠ્ઠો ચાલુ કરવામાં આવવાનો છે. તેમણે બીએસ-4થી સીધું જ બીએસ-6 માનક લાગુ કરી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે