Covid-19 Spray: ભારતીય વૈજ્ઞાનિકોની કમાલ, બનાવ્યો એવો સ્પ્રે કે 25 વખત કપડાં ધોશો તો પણ કોરોનાનો બોલાવશે ખાતમો
સરકારી કંપની ઈન્ડિયન ઓઈલ (Indian Oil) એ એવો સરફેસ ડિસઈન્ફેક્ટન્ટ સ્પ્રે (Surface Disinfactant Spray) તૈયાર કર્યો છે જે 99.9% કોરોના વાયરસનો નાશ કરી નાંખે છે.
Trending Photos
નવી દિલ્હી: આખરે ભારતીયો માટે આજે એક ખુશખબર મળ્યા છે. કોરોના મહામારીમાં વિશ્વના દેશો જ્યારે ઘૂંટણીએ પડી ગયા છે, ત્યારે ભારતે બે સ્વદેશી રસી શોધી નાંખી છે. જ્યારે આજે એક એવા સ્પ્રે શોધાયો છે જે ભારતીય વૈજ્ઞાનિકોએ કમાલ કરી નાંખી છે. સરકારી કંપની ઈન્ડિયન ઓઈલ (Indian Oil) એ એવો સરફેસ ડિસઈન્ફેક્ટન્ટ સ્પ્રે (Surface Disinfactant Spray) તૈયાર કર્યો છે જે 99.9% કોરોના વાયરસનો નાશ કરી નાંખે છે. એટલું જ નહીં, જો તમે તેને કપડા પર સ્પ્રે કરશો તો તેને 25 વાર ધોયા પછી પણ તે કોરોના વાયરસને મારી શકશે.
આ સરફેસ ડિસઈન્ફેક્ટન્ટ સ્પ્રેને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની મહારત્ન કંપની ઈન્ડિયન ઓઈલના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આઇઓસીના ડિરેક્ટર આર એન્ડ ડી એસએસવી રામકુમારના જણાવ્યા અનુસાર આ નેનો સિલ્વર સરફેસ ડિસઈન્ફેક્ટન્ટ છે. તેથી તે ખૂબ જ શક્તિશાળી છે. તે કોવિડ-19 વાયરસ સહિત તમામ પ્રકારના જંતુઓ, બેક્ટેરિયા અને વાયરસને 99.9 ટકા સુધી ખતમ કરે છે. તે માત્ર સામાન્ય સપાટીને સાફ કરવામાં સક્ષમ નથી, તે તાંબુ, પિત્તળ, પેટન્ટ મેટલ, વાર્નિશ્ડ વાઈરસની સપાટીને પણ વાયરસ મુક્ત બનાવે છે. તમે તેને કપડાં પર સ્પ્રે પણ કરી શકો છો.
હૈદરાબાદના સીસીએમબીમાં થયું છે પરીક્ષણ
SSV રામકુમારે જણાવ્યું હતું કે IOC ના Xtraguard સ્પ્રેનું પરીક્ષણ CSIRના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી, હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું છે. ત્યાં કોવિડ-19ના જીવંત વાયરસ પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન તે 99.9 ટકા વાયરસને મારી નાખવામાં સક્ષમ હતું. આ પછી કેટલાક અન્ય કીટાણુઓ અને બેક્ટેરિયા-વાયરસ પર પણ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં પણ તે ખરું ઉતર્યું છ. ત્યારબાદ તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્પ્રે હાલમાં ઈ-કોમર્સ પોર્ટલ Amazon પર ઉપલબ્ધ છે.
બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી પાયલ રાજપૂત ફરી ચર્ચામાં...
જો તમે એકવાર સ્પ્રે કરો તો તેની અસર 25 વખત કપડાં ધુવો ત્યાં સુધી રહેશે.
IOC તરફથી મળેલી માહિતી અનુસાર, તેનો ઉપયોગ કપડાં પર આરામથી કરી શકાય છે. આમ કરવાથી જો કપડાંના સંપર્કમાં બેક્ટેરિયા વાયરસ આવે છે, તો તે નાશ પામે છે. એટલું જ નહીં કપડાં ધોયા પછી પણ તે પહેલાની જેમ જ અસરકારક રહે છે. રામકુમાર કહે છે કે એકવાર કપડા પર સ્પ્રે કરવામાં આવે તો તે 25 વખત ધોવા પછી પણ અસરકારક રહે છે. જો તેને કપડા પર છાંટવામાં આવે તો તેના પર કોઈ ડાઘ રહેતો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે