જામીન બાદ Aryan Khan ફરી પહોંચશે એનસીબી ઓફિસ, જાણો શું છે મામલો
બોલીવુડ ડ્રગ કેસમાં બી-ટાઉન સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ને જામીન મળી ગયા છે. તે પોતાના ઘરે પરત આવ્યા છે. શાહરૂખ ખાનના પરિવારના લોકો તેમના પરત ફરતાં ખુશ છે.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ ડ્રગ કેસમાં બી-ટાઉન સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ને જામીન મળી ગયા છે. તે પોતાના ઘરે પરત આવ્યા છે. શાહરૂખ ખાનના પરિવારના લોકો તેમના પરત ફરતાં ખુશ છે. હવે એવામાં ફરી એકવાર આર્યન ખાન એનસીબી ઓફિસ પહોંચ્યા છે. શું છે એવો મામલો જેથી તેમને ફરીથી એનસીબી ઓફિસ જવું પડી રહ્યું છે?
આર્યન ખાન પહોંચ્યા એનસીબી ઓફિસ
જોકે આર્યન ખાન (Aryan Khan) ના જામીન તો 30 ઓક્ટોબરના રોજ થઇ ગયા હતા. પરંતુ કોર્ટ તરફથી આદેશ આવ્યો હતો કે તેમને દર અઠવાડિયે એનસીબી ઓફિસમાં હાજરી પુરાવવી પડશે. સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે વિદેશ જઇ શકશે નહી. આ કેસમાં કાર્યવાહી ચાલે ત્યાં સુધી આર્યનને આ આદેશોનું પાલન કરવાનું છે. જેને લઇને તે આજે એનસીબી ઓફિસ પહોંચ્યા અને એક કલાક બાદ ત્યાંથી પરત ઘરે નિકળી ગયા. તેમના ઘરે 'મન્નત' થી નિકળીને એનસીબી ઓફિસ જતાં તેમને સ્પોટ પણ કરવામાં આવ્યા હતા.
આર્યન ખાનને મળ્યા જામીન
તમને જણાવી દઇએ કે આર્યન ખાન (Aryan Khan)ને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા છે. આર્યન ખાનના જામીન જૂહી ચાવલાએ કરાવ્યા હતા. આર્યનના ઘરે પરત ફર્યા બાદ શાહરૂખ ખાનના ફેન્સએ તેમનું સ્વાગત કર્યું હતું. આર્યનની સાથે મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચંટને પણ જામીન મળી ગયા હતા. તેમને પણ કોર્ટ તરફ આદેશ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે