ચૂંટણીથી બરાબર પહેલા DMKના નેતા અને સાંસદ કનિમોઝીના ઘરે ITના દરોડા

લોકસભા ચૂંટણી 2019માં બીજા તબક્કાના મતદાનના બરાબર બે દિવસ પહેલા તમિલનાડુથી રાજ્યસભાના સાંસદ અને ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિનની બહેન કનિમોઝીના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં બીજા તબક્કામાં 39 લોકસભા અને 18 વિધાનસભા બેઠક માટે 18 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે.

ચૂંટણીથી બરાબર પહેલા DMKના નેતા અને સાંસદ કનિમોઝીના ઘરે ITના દરોડા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં બીજા તબક્કાના મતદાનના બરાબર બે દિવસ પહેલા તમિલનાડુથી રાજ્યસભાના સાંસદ અને ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિનની બહેન કનિમોઝીના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં બીજા તબક્કામાં 39 લોકસભા અને 18 વિધાનસભા બેઠક માટે 18 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. 

તમિલનાડુમાં એક મોટું કેશ-ફોર-વોટ રેકેટ પકડાયાના થોડા દિવસ પછી મંગળવારે મોડી સાંજે આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ઘરમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ પડી હોવાની સુચનાના આધારે કનિમોઝીના ઘરે ચકાસણી માટે અધિકારીઓ પહોંચ્યા છે. 

— ANI (@ANI) April 16, 2019

વિરોધ પક્ષના નેતાઓને ત્યાં આવકવેરા વિભાગના દરોડા વર્તમાન ચૂંટમીમાં એક પ્રમુખ મુદ્દો બની ગયા છે. મોટાભાગના નેતાઓએ ભાજપ પર સરકારી એજન્સીઓનો ઉપયોગ કરીને રાજકીય હરીફોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. 

આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહની જાણ થતાં જ ડીએમકેના કાર્યકર્તાઓ કનિમોઝીના ઘરની બહાર મોટી સંખ્યામાં એક્ઠા થઈ ગયા હતા અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

— ANI (@ANI) April 16, 2019

ઉલ્લેખનીય છે કે, મંગળવારે જ તમિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી દેવાઈ છે. ચૂંટણી પંચ દરમિયાન આ લોકસભા વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ પકડાઈ હતી. ચૂંટણી પંચે આ અંગે રાષ્ટ્રપતિને એક ભલામણ મોકલી હતી, જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ વેલ્લોર બેઠકની ચૂંટણી રદ્દ કરી દેવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news