Assembly Election 2021: Kerala માં રચાવવા રહ્યો છે ઇતિહાસ, ટ્રેંડમાં સતત બીજીવાર LDF ને મળ્યો બહુમત
શરૂઆતી ટ્રેંડને જોઇને એવું લાગે છે કે રાજ્યમાં આ વખતે પણ ભાજપ (BJP) નો જાદૂ ચાલ્યો નહી. તમને જણાવી દઇએ કે ઓપિનિયન પોલની માફક જ એક્ઝિટ પોલમાં પણ લેફ્ટ નીત એલડીએફની સરકારમાં વાપસીના અનુમાન લગાવવામાં આવે છે.
Trending Photos
તિરૂવનંતપુરમ: કેરલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી (Kerala Assembly Election 2021) ના પરિણામ સામે આવી રહ્યા છે. શરૂઆતી ટ્રેંડમાં લેફ્ટ નીત એલડીએફ (LDF) ને બહુમત મળી ગયો છે, તે ઇતિહાસ બનાવવા જઇ રહી છે. ટ્રેંડમાં લેફ્ટ 77 સીટો પર આગળ છે, તો બીજી તરફ કોંગ્રેસ 60 સીટો પર આગળ છે. ભાજપની વાત કરીએ તો ફક્ત એક સીટ પર આગળ ચાલી રહી છે. ટ્રેંડના અનુસાર પિનરાઇ વિજયન ફરી એકવાર મુખ્યમંત્રીની ખુરશી પર બેસતા જોવા મળી રહ્યા છે. કેરલની 140 વિધાનસભા સીટો પર એક તબક્કામાં મતદાન થયું હતું.
શું ન ચાલ્યો ભાજપનો જાદૂ?
શરૂઆતી ટ્રેંડને જોઇને એવું લાગે છે કે રાજ્યમાં આ વખતે પણ ભાજપ (BJP) નો જાદૂ ચાલ્યો નહી. તમને જણાવી દઇએ કે ઓપિનિયન પોલની માફક જ એક્ઝિટ પોલમાં પણ લેફ્ટ નીત એલડીએફની સરકારમાં વાપસીના અનુમાન લગાવવામાં આવે છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં સીપીએમ નીત ગઠબંધનને પૂર્ણ બહુમતની વાત કહેવામાં આવી હતી. તો બીજી તાફ યૂડીએફના 50-60 સીટોમાં સમેટાઇ જવાનું અનુમાન હતું. જ્યારે ભાજપને એક અથવા બે સીટો મળવાનો દાવો કર્યો હતો.
તેમની કિસ્મતનો નિર્ણય આજે
તમને જણાવી દઇએ કે 633 મતદાન કેંદ્રો પર મતગણરી સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. વિધાનસભા સીટો પર યોજાયેલી ચૂંટણીમાં મુખ્યમંત્રી પિનરાઇ વિજયન, તેમની કેબિનેટના 11 સભ્ય, વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલ્લા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમન ચાંડી, ભાજપની રાજ્ય એકમના પ્રમુખ સુરેંદ્રન, મેટ્રોમેન ઇ.શ્રીધરન અને પૂર્વ કેંદ્રીય મંત્રી કે જે અલફોંસ સહિત 957 ઉમેદવાર મેદાનમાં છે. આજે એ સ્પષ્ટ થઇ જશે કે જનતાએ તેમાંથી કોના પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે