નવા વર્ષના પહેલા દિવસે મળી શકે છે Corona Vaccineની ભેટ, ચાલુ છે એક્સપર્ટ કમિટીની બેઠક

કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંક્રમણ વચ્ચે ભારતમાં વેક્સિનના ઇમરેન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. તને લઇને દિલ્હીમાં સરકાર દ્વારા ગઠિત સબજેક્ટ એક્સપર્ટ કમિટિ (SEC)ની મહત્વની બેઠક ચાલી રહી છે

નવા વર્ષના પહેલા દિવસે મળી શકે છે Corona Vaccineની ભેટ, ચાલુ છે એક્સપર્ટ કમિટીની બેઠક

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંક્રમણ વચ્ચે ભારતમાં વેક્સિનના ઇમરેન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. તને લઇને દિલ્હીમાં સરકાર દ્વારા ગઠિત સબજેક્ટ એક્સપર્ટ કમિટિ (SEC)ની મહત્વની બેઠક ચાલી રહી છે, જેમાં ત્રણ વેક્સિનના ઇમરેન્સી ઉપયોગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ ત્રણ વેક્સિનને મંજૂરી આપવા પર વિચાર
બેઠકમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રોઝેનેકા ( Oxford-AstraZeneca), ભારત બાયોટેક (Bharat Biotech) અને ફાઈઝર (Pfizer)ની વેક્સિન (Corona Vaccine)ના ઇમરેન્સી ઉપયોગની મંજૂરી પર ચર્ચા થશે. તમને જણાવી દઇએ કે, ભારતમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની વેક્સિનનું નિર્માણ સીમર ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

2 જાન્યુઆરીથી દેશભરમાં ડ્રાય રન
2 જાન્યુઆરીના દેશના તમામ રાજ્યોની રાજધાનીમાં કોરોના વાયરસની વેક્સિનેશનનું ડ્રાય રન થશે. જેમાં કોરોના વેક્સિન (Corona Vaccine) સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પરખવાનું કામ કરવામાં આવશે. દરેક રાજ્ય તેમના રાજ્યની રાજધાનીના 3 પોઈન્ટ પર ડ્રાય રન આયોજિક કરશે. મહારાષ્ટ્ર અને કેરળની સરકારોએ કેન્દ્રને જણાવ્યુંછે કે, તેઓ તેમની રાજ્યની રાજધાની ઉપરાંત રાજ્યના મોટા શહેરોમાં પણ ડ્રાય રનનું આયોજન કરશે. તમને જણાવી દઇએ કે, આ પહેલા 28 અને 29 ડિસેમ્બરના દેશના 4 રાજ્યોમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડ્રાય રનમાં શું હશે?
ડ્રાય રન (Dry Run) દરમિયાન, તેની ચકાસણી કરવામાં આવશે કે જે જિલ્લાઓમાંથી રસી સંગ્રહ કરવાની છે ત્યાંથી રાજ્યના છેલ્લા સ્થાને પહોંચવામાં કોઈ મુશ્કેલી નથી. આ સિવાય ડ્રાય રન દરમિયાન કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેફ્રિજરેશન અને ટ્રાન્સપોર્ટેશનની પણ ચકાસણી કરવામાં આવશે. જ્યાં રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થવાની છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગને કેવી રીતે જાળવવામાં આવશે તેની પણ તપાસ કરવામાં આવશે. રસીકરણનો તમામ ડેટા કોવિન (Co-Win) એપ્લિકેશન પર અપલોડ કરવાના છે તો તો ડ્રાય રન દરમિયાન પણ જોવામાં આવશે કે ડેટા એપ્લિકેશનમાં કોઈ સમસ્યા નથી.

1 કરોડ લોકોની રસીકરણની ભલામણ
રસીકરણ દરમિયાન બે હેલ્પલાઇન નંબર્સ હશે, જેમાં કોઈ પણ સમસ્યા માટે મદદ માગી શકાય છે. રસીકરણ માટે રચાયેલા એન્પાવર્ડ ગ્રૂપમાં અત્યાર સુધી પહેલા તબક્કામાં વેક્સિનેશન માટે સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા લગભગ એક કરોડ લોકોને રસીકરણની ભલામણ કરી છે. આ પછી, 27 કરોડ લોકો માટે અગ્રતાના ધોરણે રસીકરણની ભલામણ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news