જાણો 3 જૂનનો તે પ્લાન, જેનાથી બદલાઇ ગયો હિંદુસ્તાનના ભૂગોળનો નકશો
3 જૂન ભારત માટે એકદમ મહત્વપૂર્ણ તારીખ છે. 1947માં આજના દિવસે ભારતના ભાગલાની જાહેરાત કરી હતી. બ્રિટિશ રાજના અંતિમ દિવસોમાં ભારતના અંતિમ વાયસરોય લોર્ડ માઉન્ટબેનએ આ જાહેરાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: 3 જૂન ભારત માટે એકદમ મહત્વપૂર્ણ તારીખ છે. 1947માં આજના દિવસે ભારતના ભાગલાની જાહેરાત કરી હતી. બ્રિટિશ રાજના અંતિમ દિવસોમાં ભારતના અંતિમ વાયસરોય લોર્ડ માઉન્ટબેનએ આ જાહેરાત કરી હતી. જોકે આ ઘટનાને 'ત્રણ જૂન' અથવા 'માઉન્ટબેન યોજના'નામે ઓળખવામાં આવે છે. જોકે આઝાદી વધતી જતી માંગ વચ્ચે બ્રિટિશ સરકારે 20 ફેબ્રુઆરી 1947ના રોજ એ સ્પષ્ટ કરી દીધું હતું કે જૂન 1948 સુધી ભારતને સ્વતંત્ર કરી દેવામાં આવશે.
ત્યારબાદ દેશમાં ઘણા પ્રકારની રાજકીય ચર્ચા શરૂ થઇ ગઇ, જે પછી હિંસામાં બદલાઇ ગઇ. દેશ રમખાણોની આગમાં સળગવા લાગ્યો અને કેન્દ્રની વચગાળાની સરકાર સ્થિતિઓને કાબૂ કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહી હતી. કારણ કે કાનૂન વ્યવસ્થાનો મુદ્દો પ્રાંતો પાસે હતો. તેને જોતાં બ્રિટિશ રાજ સાંપ્રદાયિક તથા રાજકીય ગતિરોધને સમાપ્ત કરવા માટે 'માઉન્ટબેટન યોજના' સાથે સામે આવી. જેમાં ભારતના વિભાજન અને પાકિસ્તાનના જન્મનું માળખું તૈયાર હતું.
રેડક્લિફ રેખા
બંને દેશોની વચ્ચે સીમારેખા લંડનના વકીલ સર સિરિલ રેડક્લિફએ નક્કી કરી. હિંદુ બહુમતવાળા વિસ્તારોને હિંદુસ્તાન અને મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારોને પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યા. જોકે દેશના 565 રાજ્યોને આ આઝાદી આપવામાં આવી હતી કે તે ભારત અથવા પાકિસ્તાનમાંથી કોઇ એકને પણ પસંદ કરી શકે છે. 18 જુલાઇ 1947ના રોજ બ્રિટિશ સંસદએ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ મંજૂર કરવામાં આવ્યો, જેમાં વિભાજન પ્રક્રિયાને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. જોકે આ એટલું સરળ નથી. જે રાજ્યોના શાસકોને બહુમત ધર્મના આધારે દેશ પસંદ કર્યો તેમને ખૂબ વિરોધનો સામનો કરવો પડ્યો.
ભારતનાઅ ગતિરોધને ઉકેલવા અમટે કેબિનેટ મિશન પણ ભારત આવ્યું હતું, પરંતુ તમામ પ્રયાસો છતાં પણ જ્યારે કોઇ વાત ન બની તો બ્રિટિશ સરકારે માઉન્ટબેટનને અંતિમ લોર્ડ સરાયના રૂપમાં ભારત મોકલ્યા. તેના પર જલદીથી જલદી નિર્ણય પર પહોંચવાનું દબાણ હતું. મુસ્લિમ લીગ અને કોંગ્રેસના નેતાઓ સાથે લાંબા ચર્ચા-વિચારણ બાદ માઉન્ટબેટનએ પોતાની 3 જૂન યોજના રજૂ કરી. તેમાં ભારતના ભાગલા માટે ત્રણ મુખ્ય વાતો પર ધ્યાન આપ્યું. જોકે ભારતના સિદ્ધાતોને બ્રિટનની સંસદ દ્વારા સ્વિકાર કરવામાં આવશે. બનનાર સરકારને ડોમિનિયનનો દરજ્જો આપવામાં આવશે અને તેને બ્રિટિશ રાષ્ટ્રમંડળથી અલગ થવા અથવા તેમાં સામેલ રહેવાના નિર્ણયનો અધિકાર મળશે.
માઉન્ટબેટનની આ યોજના બાદ ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947ના રૂપમાં વિકસિત થઇ. જેના આધાર પર ભારતને બ્રિટિશ રાજથી મુક્તિ મળી અને એક મોટો ભાગ તેનાથી અલગ થઇને પાકિસ્તાન બની ગયો. એટલા માટે 3 જૂન ભારતના ઇતિહાસ અને ભૂગોળને બદલનાર તારીખના રૂપમાંન નોંધાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે