વોટ્સએપ પર આ 2 સ્ટેટસ મૂક્યા અને પછી યુવકે નર્મદા કેનાલમાં પડતું મૂક્યું
રાજસ્થાનના ચિતલવાણા સબડિવિઝનના પાદરડીની હદમાં એક યુવકે નર્મદા કેનાલમાં કૂદીને જીવ દઈ દીધો.
Trending Photos
જાલોર: રાજસ્થાનના ચિતલવાણા સબડિવિઝનના પાદરડીની હદમાં એક યુવકે નર્મદા કેનાલમાં કૂદીને જીવ દઈ દીધો. યુવકે પહેલા પોતાના કપડાં નહેર પાસે મૂક્યા અને પછી વોટ્સએપ પર સ્ટેટસ મૂકીને યુવકે નર્મદા કેનાલમાં પડતું મૂક્યું.
મળતી માહિતી મુજબ અણખોલના દિનેશ મેઘવાલ ઘરેથી નીકળીને પાદરડીની હદમાં તેની બહેનના ઘરની પાસે નહેર નજીક કપડાં રાખ્યા અને ત્યારબાદ મોબાઈલ પર સ્ટેટસ મૂક્યું અને નહેરમાં છલાંગ લગાવી દીધી. ત્યારબાદ છેલ્લા 48 કલાકથી એસડીઆરએફ અને ચેતલવાણા પોલીસ તેની ભાળ મેળવવામાં લાગી છે પરંતુ હજુ સુધી મૃતદેહ મળ્યો નથી. એસડીઆરએફનું કહેવું છે કે નહેરમાં કચરો અને ઘાસ વધુ હોવાના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી છે.
શું લખ્યું હતું સ્ટેટસમાં?
યુવકે પોતાના મોબાઈલમાં બે સ્ટેટસ મૂક્યા, જેમાં પહેલા સ્ટેટસમાં લખ્યું હતું કે મારા વ્હાલા મિત્રો આ છેલ્લી વખત છે. મારી કોઈ ભૂલ હોય તો ક્ષમા કરજો. મારા ઘરવાળાથી હું ખુબ પરેશાન છું. આથી હું હવે જીવવા માંગતો નથી.
જ્યારે બીજા સ્ટેટસમાં તેણે લખ્યું કે મારું એડ્રસ તેતરોલના ડેમ, પોલિયા પાદરડીવાળાની પાસે છે. ત્યાં કપડા અને મોબાઈલ રાખ્યા છે. આ બંને સ્ટેટસ અપડેટ કરીને તેણે નહેરમાં છલાંગ લગાવી દીધી. હાલ તેના મોતના કારણો અંગે કશું જાણવા મળ્યું નથી.
(Reporter- Bablu Meena)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે